ગુજરાત

gujarat

ETV Bharat / state

ભરૂચમાં શનિવારે બપોરે 12 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી બજારો રહેશે બંધ - કોરોના - 19

ભરૂચ શહેરમાં વધી રહેલાં કોરોનાના કેસને ધ્યાનમાં રાખી શનિવારે બપોરે 12 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી વેપારી એસોસિએશને લોકડાઉનની જાહેરાત કરી છે. જો કે લોકડાઉન દરમિયાન ડેરી અને મેડિકલ સ્ટોર્સ ખુલ્લા રખાશે.

ભરૂચમાં વિકેન્ડ લોકડાઉન
ભરૂચમાં વિકેન્ડ લોકડાઉન

By

Published : Apr 16, 2021, 8:15 PM IST

  • ભરૂચમાં વિકેન્ડ લોકડાઉન
  • ડેરી અને મેડીકલ સ્ટોર્સ ખુલ્લા રહેશે
  • વેપારી એસો. તરફથી કરાઇ જાહેરાત

ભરૂચ: શહેર અને જિલ્લામાં કોરોનાના કેસ કુદકેને ભુસકે વધી રહ્યાં છે, નાઇટ કરફ્યુ છતાં રોજના સરેરાશ 20થી વધુ લોકોના મોત થઇ રહ્યાં છે. ભરૂચમાં વધી રહેલાં કોરોનાના કેસને ધ્યાનમાં રાખી લોકડાઉન કરવામાં આવે તેવી માંગ પ્રબળ બની હતી.

વધુ વાંચો:મહુવા પત્રકાર સંઘ, નગરપાલિકા અને ચેમ્બર દ્વારા અપાયેલા સ્વયંભૂ લોકડાઉનને મળી સફળતા

કલેકટર અને વેપારી એસો.ની બેઠકમાં લેવાયો નિર્ણય

જિલ્લા કલેક્ટર ડૉ. એમ.ડી.મોડીયાના અધ્યક્ષ સ્થાને વેપારી એસોસિએશનના હોદ્દેદાર વચ્ચે બેઠક મળી હતી. જેમાં કલેક્ટરે વેપારીઓને શહેરની વર્તમાન સ્થિતિથી અવગત કરાવ્યાં હતાં. આથી વેપારીઓ પણ શનિવારે બપોરના 12 વાગ્યાથી સોમવારે સવારના 6 વાગ્યા સુધી સ્વૈચ્છિક રીતે દુકાનો બંધ રાખવા સહમત થયાં છે. આ દરમિયાન ડેરીઓ તથા મેડિકલ સ્ટોર્સ ખુલ્લા રહેશે. ભરૂચ જિલ્લા વેપારી એસોસિએશનના પ્રમુખ નાગજીભાઇ ગાંધીએ જણાવ્યું હતું કે, લોકોની સલામતી અને સુરક્ષાને ધ્યાનમાં રાખી વેપારીઓએ શનિવાર અને રવિવારના રોજ દુકાનો બંધ રાખવાનું નક્કી કર્યું છે.

વધુ વાંચો:હિંમતનગર તાલુકાના 7 ગામડાઓએ સાથે મળીને સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું

ABOUT THE AUTHOR

...view details