ગુજરાત

gujarat

ETV Bharat / state

ભરૂચ LCBએ 7.84 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે જુગારની ક્લબ ઝડપી પાડી - Bharuch's Link Road Gambling Club

ભરૂચ જિલ્લા LCB પોલિસને બાતમી મળતા ભરૂચના લિન્ક રોડ પરથી રોકડા રૂપિયા 3 લાખ અને એનવી મોબાઈલ ફોન તેમજ 7 વાહનો મળી કુલ 7.84 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે 10 જુગારીઓને ઝડપી પાડ્યા હતા.

ભરૂચ LCBએ કુલ 7.84 લાખ મુદ્દમાલ સાથે જુગારની કલબ ઝડપી પાડી
ભરૂચ LCBએ કુલ 7.84 લાખ મુદ્દમાલ સાથે જુગારની કલબ ઝડપી પાડી

By

Published : Jun 17, 2020, 8:43 PM IST

ભરૂચઃ જિલ્લા LCB પોલીસે દરોડા પાડી ભરૂચના લિન્ક રોડ સ્થિત યોગેશ્વર નગરની અગાસી પર ચાલતી જુગારની ક્લબ રોકડા રૂપિયા 3 લાખ અને વાહનો સાથે 10 જુગારીઓને ઝડપી પાડ્યા હતા.

ભરુચ LCB પોલીસ પ્રોહિબિશન જુગારની ડ્રાઈવમાં હતી. તે દરમિયાન બાતમીના આધારે ભરૂચના લિન્ક રોડ, શંભુ ડેરી સામેના યોગેશ્વર નગરના ફલેટ નંબર-1માં રહેતા પ્રતિકકુમાર ભરતભાઈ પટેલની અગાસી પર ચાલતી ક્લબ પર દરોડા પાડ્યા હતા.

પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા 3 લાખ અને એનવી મોબાઈલ ફોન તેમજ 7 વાહનો મળી કુલ 7.84 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે મુખ્ય સૂત્રધાર પ્રતિકકુમાર પટેલ, કર્તવ્ય પ્રવીણભાઈ રાણા, કૃણાલ જગદીશભાઇ પરમાર અને જતીનભાઈ રજનીકાંત ચૌહાણ સહિત 10 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસને અગાસી પરથી વિદેશી દારૂની બે નંગ બોટલ મળી આવી હતી પોલીસે ભોલાવ વિસ્તારમાં આવેલા મહાદેવ નગરમાં રહેતા ધ્રુવકુમાર નિટેશભાઇ પટેલને ઝડપી પાડ્યો હતો. જ્યારે વેજલપુરના બુટલેગર બાબુભાઇને વોન્ટેડ જાહેર કર્યો છે.

ABOUT THE AUTHOR

...view details