ભરુચઃ કોરોનાકાળમાં ગરીબ અને મધ્યમ વર્ગ તેની પરિવારની રોજિંદી જરૂરિયાત સંતોષવા જ્યાં મહેનત કરી આકાશપાતાળ એક કરી રહ્યો છે. ત્યારે રુપિયા 1 લાખનો પગારદાર મેનેજર ભરૂચની નામાંકિત કંપનીની નોકરી છોડી વિદેશ જવાની ઘેલછાએ જવેલર્સની દુકાનમાં (Jewelry store robbery 2022) લૂંટનો પ્લાન ઘડતો હોવાની ચોંકાવનારી ઘટના (Bharuch Jewelry Shop Robbers Arrested) સામે આવી છે.
આરોપીઓ પાસેથી પાસેથી 3 મોબાઈલ, ચોરીની બાઇક, ચપ્પુ અને ચાઈનીઝ પિસ્તોલ કબજેે કરાઈ સુંદરમ જ્વેલર્સમાં લૂંટનો પ્રયત્ન
ઘટનાની હકીકત એવી છે કે, ગુરુવારે ભરૂચ શહેરના ઝાડેશ્વર રોડ ઉપર આવેલા શ્રીનિકેતન કોમ્પ્લેક્સમાં સુંદરમ જવેલર્સની દુકાન આવેલી છે. જ્યાંથી સમયાંતરે મૂળ બિહારનો અને વર્ષ 2015 થી ભરૂચ જિલ્લામાં રહેતો તેમજ અલગ અલગ કંપનીમાં મેનેજર પડે ફરજ બજાવતો 31 વર્ષનો અમનકુમારસિંગ કૌશલ કિશોરસિંગ રાજપૂત ફરજ બજાવતો હતો.
આરોપીએ ગ્રાસીમ કંપનીમાંથી રાજીનામું આપી દીધું હતું
વિદેશમાં કોઈ કંપનીમાં તેની નોકરી નક્કી થઈ જતાં તેને દહેજની બિરલા ગ્રાસીમ કંપનીમાંથી વર્ષ 2021માં મેનેજર પદેથી રાજીનામું આપી દીધું હતું. રૂપિયા 90 હજાર થી 1 લાખની નોકરી આ યુવાને છોડી દીધી હતી. તે કંપનીમાં નોટિસ પિરિયડ ઉપર હતો અને વિદેશ જવા પ્રયત્નો કરી રહ્યો હતો.
આ પણ વાંચોઃ Robbery Cases in Bharuch : ભરૂચમાં ત્રણ શખ્સોનો ખરીદીના બહાને લૂંટ કરવાનો પ્રયાસ
કોરોનાને કારણે વિદેશ ન જઇ શકતાં આર્થિક ભીંસમાં આવ્યો આરોપી
જોકે લોકડાઉનના લીધે મેનેજર તરીકે ફરજ બજાવતો અને ભરૂચમાં હાલ અભ્યોદય હાઇટ્સમાં રહેતો અમનકુમાર કોરોનાને કારણે વિદેશ જઈ શક્યો ન હતો. તે આર્થિક ભીંસમાં આવી જવા સાથે વિદેશ જવા માટે મૂડી ભેગી કરવા માટે ઝાડેશ્વરમાં વાર તહેવારે સોનું ખરીદવા જતો હોય લૂંટનો પ્લાન (Jewelry store robbery 2022) ઘડી કાઢ્યો હતો.
બિહારથી બે જણ બોલાવી ભાડાની રુમમાં રાખ્યાં
બિહારથી બે સાગરીતો 21 વર્ષીય ચંદનકુમાર સુભાષ કુશવાહ અને મુકેશ કુમાર સોનીને બોલાવી વાગરાના વડદલા ગામે રૂમ ભાડે અપાવી હતી. લૂંટ માટે ભરૂચના ભોલાવ સ્થિત એસ.ટી. ડેપો પાસેથી રુપિયા 1 લાખની અપાચી બાઇક ચોરી કરી હતી. જે બાદ ચાઈનીઝ બનાવટની બનાવતી પિસ્તોલ, ચપ્પુના જોરે ગુરુવારે લૂંટ કરવા ત્રણેય ઝાડેશ્વર સુંદરમ જવેલર્સને ત્યાં (Jewelry store robbery 2022) ગયા હતાં. જોકે હાજર કર્મચારીની સમયસૂચકતા અને બહાદુરીના કારણે લૂંટનો ખેલ (Bharuch Jewelry Shop Robbers Arrested) ઊંધો પડ્યો હતો. ત્રણેયને ભાગવાનો વારો આવ્યો હતો.
આ પણ વાંચોઃ Theft in Vadodara BOB Bank : લાઈનમાં ઊભેલા વૃદ્ધની થેલીમાંથી કરી તગડી ચોરી, પોલીસે કલાકોમાં ગાંધીનગરથી ઝડપી લીધો
ગણતરીના સમયમાં 3 આરોપીને ઝડપી લેતી પોલીસ
ઘટનામાં બે જાગૃત લોકોની સતર્કતા અને સી ડિવિઝન પોલીસ, ડી સ્ટાફ સહિતની સમયસૂચકતાથી એક આરોપી સ્થળ નજીકથી જ્યારે એક અંકલેશ્વર રેલવે સ્ટેશન અને ત્રીજો ભરૂચની શ્રવણ ચોકડીથી માત્ર પોણા બે કલાકમાં (Bharuch Jewelry Shop Robbers Arrested) ત્રણેય આરોપીઓની ધરપકડ સાથે તેમની પાસેથી 3 મોબાઈલ, ચોરીની બાઇક, ચપ્પુ અને ચાઈનીઝ પિસ્તોલ કબજેે કરાઈ છે.