ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોના વાયરસ ઈફેક્ટઃ ભરૂચ આરોગ્ય તંત્ર સતર્ક

કોરોના વાયરસને લઈને ભરૂચ આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે. ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખાસ સુવિધા ઉભી કરવામાં આવી છે. 10 ખાનગી હોસ્પિટલમાં પણ આરોગ્ય વિભાગની દેખરેખ હેઠળ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. દર્દીઓમાં કોરોના વાયરસની અસર દેખાય તો તંત્રને તાત્કાલિક જાણ કરવા અપીલ કરાઈ છે.

bharuch-health-department-active-due-to-corona-virus-effect
કોરોના વાયરસ ઈફેક્ટઃ ભરૂચ આરોગ્ય તંત્ર સતર્ક

By

Published : Jan 29, 2020, 6:39 PM IST

ભરૂચઃ ચીનમાં કોરોના વાયરસે આતંક મચાવી રહ્યો છે. ભારતમાં પણ આ વાયરસના લક્ષણો જોવા મળી રહ્યા છે. આ વાયરસના કારણે બિમારીમાં સપડાયેલા દર્દીઓની સારવાર માટે ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ સતર્ક થઈ ગયું છે.

કોરોના વાયરસ ઈફેક્ટઃ ભરૂચ આરોગ્ય તંત્ર સતર્ક
કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. ચીનમાં અનેક લોકો આ વાયરસના કારણે બીમારીમાં સપડાયા છે. ચીનમાં રહેતા કેટલાક ગુજરાતીઓ પણ આ વાયરસના લપેટામાં આવી ગયા છે. ગુજરાતનું આરોગ્ય તંત્ર સતર્ક થઇ ગયું છે. ભરૂચ જિલ્લામાં પણ આ વાયરસ ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગ સતર્ક થઇ ગયું છે. ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્ય વિભાગ દ્વારા બેઠક યોજવામાં આવી હતી.

સિવિલ હોસ્પિટલના તમામ સભ્યોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સિવિલ હોસ્પિટલ ખાતે આ બીમારી સામે પહોંચી વળવા અલાયદી સુવિધા કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં આઇસોલેટેડ વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે. ઉપરાંત દવાઓનો પૂરતો જથ્થો પણ રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત 10 જેટલી ખાનગી હોસ્પિટલમાં પણ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા જાહેર જનતાને જો કોઈ વ્યક્તિમાં કોરોના વાયરસ જણાય તો, આરોગ્ય વિભગાને જાણ કરવાની તાકીદ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details