ગરીબ વર્ગના નિસાસાનો પાર નથી ભરુચ : પૂરમાં બધું ગુમાવી બેઠેલાં લોકોની કરુણતા સામે આવી રહી છે ત્યારે સરકાર ઘર બનાવી આપે તેવી પૂરથી બેઘર બનેલ અંકલેશ્વરના જૂના બોરભાઠા બેટના પરિવારજનોની માંગ છે. જોકે હજુ સુધી સરકાર તરફથી કોઇ અધિકારી કે પ્રધાન પૂછવા માટે આવ્યાં નથી. અંકલેશ્વરમાં પૂરના પાણીમાં બેઘર બનેલ લોકો સરકાર પાસે છતની આશાએ બેઠા છે. નર્મદા નદીના પૂરના પાણીથી સૌથી વધુ અસર પામેલ ગામો પૈકીના જૂના બોરભાઠા બેટ ગામમાં કાચા મકાનો અને ખેતીની જમીનોનું પણ ધોવાણ થયું છે.
ઘર બનાવી આપવા માગણી : પૂરમાં ઘર ગુમાવી ચૂકેવા પરિવારના લોકોએ માગણી કરી છે કે સરકાર સરકાર ઘર બનાવી આપે. 53 વર્ષ બાદ આવેલ સૌથી મોટી રેલે ભરૂચના ત્રણ તાલુકાના 35 કરતાં વધુ ગામોમાં તબાહી સર્જી છે. કાચા મકાનોનું ધોવાણ,પશુઓના મોત, ઘરવખરીના સામાનને નુકસાન, ખેડૂતોના મહામૂલા પાકને નુકસાન સાથે જ કાંઠા વિસ્તારમાં તો ખેતીની જમીનો પણ ધોવાઈ ગઈ છે.
6 દિવસે પૂરના પાણી ઓસર્યાં : તેવામાં અંકલેશ્વરના કાંઠા વિસ્તારો પૈકીના જૂના બોરભાઠા બેટમાં આજે 6 દિવસે પૂરના પાણી ઓસર્યાં છે. જે બાદ કાળજુ કંપાવી નાખે તેવી તસવીરો જોવા મળી રહી છે. 200 રુપિયા રોજનું મહેનતાણું મેળવી પોતાનું સ્વપ્નનો મહેલ એવા કાચા મકાન ઊભા કરનાર પરિવારજનો રાતો રાત બુલેટ ગતિએ આવેલ પૂરમાં બેઘર થયાં હતાં.
એક માળ સુધી મકાનો પાણીમાં ગરકાવ : જે જગ્યા પર પહેલાં કાચા મકાનો હતાં તેવા કાચા મકાનો પૂરના ધસમસતા પ્રવાહમાં જમીનદોસ્ત થવાથી મેદાનમાં પરીવર્તિત થયા છે. 50 વર્ષમાં આવેલ સૌથી મોટી રેલમાં બે કાંઠે વહેતી નર્મદા નદી તેની ભયજનક સપાટી કરતા 16 ફુટ ઉપર41 ફુટને વટાવી ૧12-14 કલાક સુધી વહેતી થતા એકાએક જૂના બોરભાઠા બેટ ગામમાં એક માળ સુધી મકાનો પાણીમાં ગરકાવ થઇ ગયા હતાં.
વર્ષોની મહેનત બાદ કાચું ઘર બનાવ્યું હતું :પુરના પાણીનો ધસમસતા પ્રવાહનો માર સહન ન કરી શકનાર કાચા મકાનો જમીનદોસ્ત થઇ જતા ગરીબ પરિવારોના માથેથી છત છીનવાઇ છે. આ અંગે પૂરગ્રસ્ત વિસ્તારમાં રહેતાં પરિવારના લોકો જણાવે છે કે ઘરવખરીના સામાન તો શું બુલેટ ગતિએ આવેલ રેલે અમારા મકાનો પણ છીનવી લીધાં છે. રોજના 200 રુપિયા મહેનતાણું મેળવી જીવન નિર્વાહ કરતા અમારા જેવા ગરીબોએ વર્ષોની જમા પૂંજીથી ઘર ઉભું કર્યું હતું. જે રાતોરાત ખોવાતા હવે શું કરીશું ? કયાં રહીશું? તે પણ પ્રશ્ન છે. તંત્રએ પૂરના પાણી ઓસર્યા બાદ આશ્રયસ્થાનમાંથી પરત ઘરે ફરવા પરવાનગી તો આપી દીધી પણ પરત ફરવા હવે ઘર જ નથી રહ્યું.
- Bharuch News : સરદાર સરોવર ડેમમાંથી લાખો ક્યૂસેક પાણી છોડાયું, મધરાતે ભરુચમાં પૂરની સંભાવનાને લઇ લોકોના સ્થળાંતર માટે તંત્રની તૈયારીઓ
- Ahmedabad - Mumbai Railway : અમદાવાદ-મુંબઈ વચ્ચેનો રેલવે વ્યવહાર ખોરવાયો, જાણો તે પાછળનું કારણ...
- Narmada River Floods: પૂરને લઈને કોંગ્રેસના આક્ષેપ પર સરકારનો જવાબ - અસરગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્ય ટીમ કાર્યરત, 4 લાખથી વધુ લોકોનું કર્યું સર્વેલન્સ