- ભરૂચની GIDCમાં ભારે આગ
- જીવન રક્ષક દવા બનાવતી કંપનીમાં આગ
- 5 ફાયર ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી
ભરૂચ: આજે(રવિવારે) વહેલી સવારે ભરૂચનો પાનોલી GIDC વિસ્તાર ઇમરજન્સી સાયરનોની ગૂંજથી ધણધણી ઉઠયો હતો. ઔદ્યોગિક વસાહતમાં આવેલી બજાજ હેલ્થકેર(BAJAJ HEALTHCARE) કંપનીમાં સવારના સુમારે અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી હતી. સદનશીબે ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ.
કંપની જીવન રક્ષક દવાનું કરે છે ઉત્પાદન
જીવન રક્ષક દવાનું ઉત્પાદન કરતી કંપનીમાં સવારે અચાનક ફાટી નીકળેલી આગે ગણતરીના સમયમાં આખા પ્લાન્ટને ઝપેટમાં લઇ લીધો હતો. કંપનીની ફાયર સેફટી સિસ્ટમ કાબુ મેળવવાના માટે અસક્ષમ સાબિત થયા હતા. આગનો કોલ ફાયર બ્રિગેડને મળતા અંકલેશ્વર અને પાનોલીના 5 ફાયર ગાડીઓ ઘટનાસ્થળ તરફ રવાના કરાયા હતા જેમણે આગ ઉપર કાબુ મેળવવા પ્રયાસ શરૂ કર્યા હતા.
આ પણ વાંચો : રહેણાંક વિસ્તારમાં આવેલા સેનિટાઇઝરના ગોડાઉનમાં આગ લાગી, ધાબા પરથી 2 વૃદ્ધાનો કરાયો બચાવ