ભરૂચ: જીલ્લાના પ્રભારી સચિવ શાહમીના હુસૈનની અધ્યક્ષતામાં કોરોના વાઇરસના વધતા જતા કેસ અંગે કલેકટર કચેરી ખાતે સમિક્ષા બેઠક યોજાઈ હતી.જેમાં કોરોના સામે સાવચેતી અને સલામતીના લેવામાં આવેલા પગલા અંગેની ચર્ચા કરવામાં આવી હતી.
ભરૂચ: કોરોનાના કેર વચ્ચે જીલ્લાના પ્રભારી સચિવ શાહમીના હુસૈનની બેઠક - ભરૂચ કલેકટર કચેરી
ભરૂચમાં સતત કોરોના વાઇરસના કેસમાં વધારો થઇ રહ્યો છે.જેને ધ્યાનમાં રાખીને જીલ્લાના પ્રભારી સચિવ શાહમીના હુસૈને કલેકટર કચેરી ખાતે બેઠક યોજી હતી અને જંબુસર, ભરૂચના કન્ટેન્ટમેન્ટ ઝોનની મુલાકાત કરી નિરીક્ષણ કર્યુ હતું.
આ બેઠકમાં જિલ્લા કલેક્ટર ડૉ. એમ.ડી.મોડિયા, જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.વી.એસ. ત્રિપાઠી તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.ઉલ્લેખનીય છે કે તા. 2 જુલાઈએ જિલ્લા પ્રભારી સચિવે જંબુસર નગરના કન્ટેન્ટમેન્ટ ઝોનની મુલાકાત લીધી હતી. અને શુક્રવારે બેઠક પૂર્ણ થયા બાદ ભરૂચ નગરપાલિકાના કન્ટેન્ટમેન્ટ ઝોનની મુલાકાત લીધી હતી.
ભરૂચ જીલ્લામાં કોરોના વાઇરસના પોઝિટિવ કેસની સંખ્યા 270ને પાર પહોચી છે. તો 13 દર્દીઓના મોત થયા છે. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના સંક્રમણનો ફેલાવો અટકાવવા માટે એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે.