ભરૂચઃ જિલ્લો ઔદ્યોગિક જિલ્લો છે અને જિલ્લાની 9 ઔદ્યોગિક વસાહતમાં 2000થી વધુ નાના મોટા ઉદ્યોગો આવેલા છે. જે કંપનીઓ દવાઓ, જંતુનાશક દવાઓ તેમજ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનું ઉત્પાદન કરે છે તે ઓને જ શરતોને આધીન ઉત્પાદન શરુ રાખવા સૂચના આપવામાં આવી છે.
કન્ટ્રી લોકડાઉનનાં પગલે ભરૂચ જિલ્લાના 70 ટકા ઉદ્યોગ શટ ડાઉન - ભરૂચ જિલ્લો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અપાયેલા લોક ડાઉનના પગલે ભરૂચ જિલ્લાના 70 ટકા ઉદ્યોગો હાલ બંધ કરી દેવામાં આવ્યાં છે. ભરૂચ જિલ્લો ઔદ્યોગિક જિલ્લો છે અને જિલ્લાની 9 ઔદ્યોગિક વસાહતમાં 2000થી વધુ નાના મોટા ઉદ્યોગો આવેલા છે. હાલમાં કોરોના વાયરસ સામે લડત આપવા માટે લોક ડાઉનના આદેશ આપવામાં આવ્યા છે.
કન્ટ્રી લોકડાઉનનાં પગલે ભરૂચ જિલ્લાના 70 ટકા ઉદ્યોગ શટ ડાઉન
હાલ જિલ્લામાં 70 ટકા જેટલા ઉદ્યોગો બંધ છે અને તેમાં ફરજ બજાવતા હજારો કર્મચારીઓ ઘરે જ છે. જે કર્મચારીઓ ઉદ્યોગોમાં કામ અર્થે જઈ રહ્યા છે. તેઓ પણ સલામતીના સાધનો સાથે જ ફરજ બજાવી રહ્યા છે. કંપનીના સંચાલકો પણ કર્મચારીઓનું પૂરતું ધ્યાન રાખી રહ્યા છે.