મંગળવારે વિજયા દશમીના પર્વ નિમિત્તે ભરૂચ જિલ્લા પોલીસવડાની કચેરી ખાતે શસ્ત્રપૂજાનો કાર્યક્રમ યોજાયો હતો. અસત્ય પર સત્યના વિજયના પર્વ વિજય દશમીની ઠેર-ઠેર ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ભરૂચ જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે શસ્ત્રપૂજાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
દશેરાના પર્વ નિમિત્તે ભરૂચ જિલ્લા પોલીસવડાની કચેરીમાં શસ્ત્રપૂજનનો કાર્યક્રમ - bharuch police station
ભરૂચ: શહેરમાં જિલ્લા પોલીસવડાની કચેરી ખાતે મંગળેવારે શસ્ત્રપૂજાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શસ્ત્રોની સાથે અશ્વ, શ્વાન અને વાહનોનું પણ પૂજન કરવામાં આવ્યું હતું.
શસ્ત્રપૂજનનો કાર્યક્રમ યોજાયો
જિલ્લા પોલીસવડા રાજેન્દ્રસિંહ ચુડાસમા અને પોલીસ અધિકારીઓ દ્વારા શસ્ત્રોનું શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજન કરવામાં આવ્યું હતું. આ સાથે જ પોલીલને મદદ કરનારા અશ્વ, શ્વાન અને વાહનનું પણ પૂજન કરવામાં આવ્યું હતું. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા પોલીસકર્મીઓને પ્રભુ શક્તિ આપે એવી પ્રાર્થના કરવામાં આવી હતી.