ભરૂચ: કોરોના મહામારી વચ્ચે કેન્દ્ર સરકાર દ્વારા JEE અને NEETની પરીક્ષા લેવાની કવાયત શરૂ કરવામાં આવી છે. જેથી રાજ્યના દરેક જિલ્લામાં કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લા કોંગ્રેસે JEE અને NEETની પરીક્ષા મોકૂફ રાખવાની માગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું - ભરૂચ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા JEE અને NEETની પરીક્ષા મોકૂફ રાખવાની માગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેથી વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.
ભરૂચ જિલ્લા કોંગ્રેસે JEE અને NEETની પરીક્ષા મોકૂફ રાખવાની માગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું
વિરોધના ભાગરૂપે જિલ્લા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ રેલવે સ્ટેશન બહાર સૂત્રોચ્ચાર કરી પરીક્ષાઓ મોકૂફ રાખવાની માગ કરી હતી. જેથી આ તમામ કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.