ભરૂચ : હાંસોટના ચકચારી સાબીર કાનુગા હત્યા કેસમાં 10 આરોપીને આજીવન કેદની સજા કરવામાં આવી છે. જયારે 2 આરોપીને નિર્દોષ છોડી મૂકવા કોર્ટે હુકમ કર્યો છે. કોર્ટ દ્વારા સંપૂર્ણ ચૂકાદો ગતરોજ મોડી સાંજે જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં સરકારી વકીલ એન વી ગોહિલ અને જીગર પંચાલની ધારદાર દલીલો રંગ લાવી હતી. સમગ્ર ચુકાદાને પગલે અંકલેશ્વર કોર્ટ સંકુલ ખાતે ચુકાદાને લઇ કોર્ટ સંકુલ પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું હતું. આ મામલે હાંસોટમાં પણ બંદોબસ્ત ખડકી દેવાયો છે.
6 જૂન 2017ના રોજ હાંસોટ ખાતે સાબીર કાનુગાની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. જેમાં પપ્પુ ખોખરની સંડોવણી બહાર આવી હતી. સાબીર અને પપ્પુ વચ્ચે ગેંગવોર ચાલી રહયું હતું.આ કેસમાં પપ્પુ ખોખર સહિત 14 આરોપીઓ સામે હાંસોટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. આ કેસ અંકલેશ્વર ડિસ્ટ્રિક્ટ સેસન્સ કોર્ટમાં ચાલી જતા પુરાવા તેમજ સાક્ષીઓની જુબાનીને આધારે 6 વર્ષ બાદ 14 આરોપી પૈકી 10ને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે...એન. વી. ગોહિલ ( આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર અંકલેશ્વર )
23 હજારનો દંડ: જેમાં મોહંમદ હનીફ ઉર્ફે ઇબ્રાહિમ ખોખર, મોહમદ ઈતીયાક ઉર્ફે બાબા મોહંમદ હનીફ ખોખર, અહમદ ગુલામ રસુલ અકા, સાજીદ ગુલામ રસુલ અકા, મકસુદ ઉર્ફે મકસા શબ્બીર અંકા, ઈસ્માઈલ ઉર્ફે પીન્ટુ ખોખર, મજીદ ગુલામ રસુલ અકા, તથા મોહંમદ સફી ઉર્ફે પપ્પુ ઈબ્રાહીમ ખોખર અને સલીમ નસરૂદ્દીન રાજ નેIPC 302અને 120 B સહિત અન્ય કલમોને આધારે આજીવન કેદની સજા અને રૂપિયા 23 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો.