ગુજરાત

gujarat

ETV Bharat / state

Bharuch Crime News: બાઈક સ્ટંટને કારણે ભરુચનો યુવક મુશ્કેલીમાં મુકાયો, પોલીસે કરી ધરપકડ અને કોર્ટે જામીન પણ ન આપ્યા - કોર્ટે ન આપ્યા જામીન

ભરુચના કરમાડ ગામે યુવાને બ્રિજ પર બાઈક સ્ટંટ કર્યો. આ સ્ટંટનો વીડિયો સોશિયલ મીડિયામાં અપલોડ કરી દીધો. પોલીસે યુવકની ધરપકડ કરી અને બાઈક જપ્ત કર્યુ. કોર્ટે જામીન ન આપીને સબજેલમાં ધકેલી દીધો. વાંચો સમગ્ર ઘટનાક્રમ

બાઈક સ્ટંટને કારણે ભરુચનો યુવક મુશ્કેલીમાં મુકાયો
બાઈક સ્ટંટને કારણે ભરુચનો યુવક મુશ્કેલીમાં મુકાયો

By ETV Bharat Gujarati Team

Published : Oct 27, 2023, 7:31 PM IST

ભરુચઃ જિલ્લાના કરમાડ ગામના યુવકે નર્મદા મૈયા બ્રિજ પર બાઈક સ્ટંટ કર્યો. આ સ્ટંટનો વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો. પોલીસે સત્વરે આ યુવકની ધરપકડ કરી લીધી છે. કોર્ટમાં આ યુવકને રજૂ કરતા કોર્ટે આ યુવકની જામીન અરજી ફગાવી હતી. આ યુવકની ધરપકડ કરવામાં પોલીસે હ્યુમન ઈન્ટેલિજન્સ અને ટેકનીકલ સર્વેલન્સ તેમજ ખાનગી બાતમીનો સહારો લીધો હતો.

ધૂમ ફિલ્મની સ્ટાઈલમાં વીડિયોઃ ભરુચમાં જોખમી સ્ટંટ અને બાઈક રાઈડિંગ કરતા યુવકો માટે ચેતવણીરુપ કિસ્સો બન્યો છે. કમરાડ ગામના યુવકે નર્મદા મૈયા બ્રિજ પર ધૂમ ફિલ્મની સ્ટાઈલમાં બાઈક સ્ટંટ કર્યો. આ બાઈક સ્ટંટનો વીડિયો સોશિયલ મીડિયામાં અપલોડ કરી દીધો. વાયરલ અને ઈન્ટરનેટ સેન્સેશન થવાની લ્હાયમાં યુવકની પોલીસ દ્વારા ધરપકડ થઈ છે. પોલીસે ગુનો નોંધીને સત્વરે આ યુવકની ધરપકડ કરી લીધી હતી. પોલીસે યુવકને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેની જામીન અરજી પણ ફગાવી હતી. યુવક અત્યારે સબજેલમાં કેદવાસ ભોગવી રહ્યો છે.

પોલીસની કાર્યવાહીઃ સોશિયલ મીડિયામાં અપલોડ થયેલા વીડિયોને પરિણામે પોલીસ આ યુવકની તપાસમાં દોડતી થઈ ગઈ હતી. પોલીસ હ્યુમન ઈન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના ઉપયોગ દ્વારા આ યુવકની શોધખોળ કરી રહી હતી. આ અરસામાં પોલીસને સ્ટંટ કરનાર યુવકના ઠામ ઠેકાણાની ચોક્કસ બાતમી મળી હતી. પોલીસે સ્થળ પરથી યુવકની ધરપકડ કરી અને બાઈકને કબ્જે લીધું હતું. પોલીસ તપાસમાં આ યુવકનું નામ અર્શદ ઉસ્માન હાફેજી પટેલ અને તે ભરુચના કરમાડ ગામના ચકલા સ્ટ્રીટનો રહેવાસી હોવાનું બહાર આવ્યું છે.

  1. Navsari Crime News: ટુવ્હીલર પર જોખમી સ્ટંટ કરવો ભારે પડ્યો, પોલીસે યુવાનોની કરી ધરપકડ
  2. મોરબી પોલીસે બાઈક સ્ટંટ કરનાર બે આવારા શખ્સોને ઝડપી પાડ્યા

ABOUT THE AUTHOR

...view details