ગુજરાત

gujarat

ETV Bharat / state

અંકલેશ્વરની વાલિયા ચોકડીથી ખેરના લાકડા ભરેલો ટ્રક ઝડપાયો, ડ્રાઈવરની અટકાયત - પેટ્રોલિંગ

ભરૂચ ક્રાઈમ બ્રાન્ચે અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીકથી ખેરના લાકડા ભરેલો ટ્રક ઝડપી પાડ્યો હતો. સાથે રૂપિયા 10 લાખથી વધુના મુદ્દામાલ સાથે એક આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

bharuch
bharuch

By

Published : Oct 26, 2020, 4:48 PM IST

  • ભરૂચ ક્રાઈમ બ્રાન્ચે ખેરના લાકડા ભરેલો ટ્રક ઝડપી પાડ્યો
  • 10 લાખ 30 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો
  • ટ્રક ચાલકની કરી અટકાયત

ભરૂચઃ ક્રાઈમ બ્રાન્ચની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન શંકાસ્પદ ખેરના લાકડા ભરેલો ટ્રક વડોદરા તરફ જવાનો હોવાની માહિતી મળી હતી. બાતમીતના આધારે અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક વોચ ગોઠવી દેવામાં આવી હતી. આ દરમિયાન ટ્રક આવતા તેને રોકી અંદર તલાસી લેવામાં આવી હતી. જેમાં મોટા પ્રમાણમાં ખેરના લાકડાનો જથ્થો મળી આવ્યો હતો.

ટ્રક ચાલકની કરી અટકાયત

લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત

પોલીસે યુપીના ટ્રક ચાલક રામવિનય રામલક્ષમણ વર્માને લાકડા અંગેના જરૂરી દસ્તાવેજો માંગ્યા હતા. ડ્રાઇવરે સંતોષકારક જવાબ નહીં આપતા તેની અટકાયત કરવામાં આવી હતી. રૂપિયા 2 લાખ 25 હજારની કિંમતના લાકડાનો જથ્થો અને 8 લાખનો ટ્રક તેમજ મોબાઈલ મળી કુલ રૂપિયા 10 લાખ 30 હજારનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details