ભરૂચ ક્રાઈમ બ્રાન્ચે અંકલેશ્વરની અક્ષર કંપનીમાં જુગારધામ ઝડપી પાડ્યું - Bharuch crime branch arrested gamblers
ભરૂચ ક્રાઈમ બ્રાન્ચે અંકલેશ્વરની અક્ષર કંપનીના રૂમમાં ચાલતું જુગારધામ ઝડપી પાડી રૂપિયા 3.63 લાખના મુદ્દામાલ સાથે 9 આરોપીઓની ધરપકડ કરી હતી.
ભરૂચ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અંકલેશ્વરની અક્ષર કંપનીમાં જુગારધામ ઝડપાયું
ભરૂચ: ભરૂચ ક્રાઈમ બ્રાન્ચના સુત્રોને બાતમી મળી હતી કે અંકલેશ્વર ઓદ્યોગિક વસાહતમાં આવેલી અક્ષર કંપનીના એક રૂમમાં મોટાપાયે જુગાર રમાઈ રહ્યો છે જેના આધારે પોલીસે દરોડા પાડતા જુગારીયાઓમાં દોડધામ મચી જવા પામી હતી.પોલીસે જુગાર રમી રહેલા 9 જુગારીયાઓની ધરપકડ કરી હતી અને સ્થળ પરથી વાહનો મોબાઈલ તેમજ અન્ય ચીજવસ્તુઓ મળી કુલ રૂપિયા 3.63 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.બનાવની વધુ તપાસ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ ચલાવી રહી છે.