ગુજરાત

gujarat

ETV Bharat / state

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે મેવાત ગેંગના રીઢા ગુનેગારની કરી ધરપકડ

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કર્મચારીઓએ ઓપરેશન હાથ ધરી કુખ્યાત આરોપી અલીમ ઉર્ફે બબ્બુ મેઉની ધરપકડ કરી હતી. આરોપી મૂળ હરિયાણાના મેવાતનો રહેવાસી છે અને અનેક ગુનામાં છેલ્લા ચાર વર્ષથી ફરાર હતો. આ અંગેની જાણ હરિયાણા પોલીસને કરાતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ ભરૂચ પહોંચી હતી. તેઓના જણાવ્યા અનુસાર આરોપી વિવિધ રાજ્યના 35થી વધુ ગુનાઓમાં વોન્ટેડ છે.

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે મેવાત ગેંગના રીઢા ગુનેગારની કરી ધરપકડ
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે મેવાત ગેંગના રીઢા ગુનેગારની કરી ધરપકડ

By

Published : May 25, 2021, 9:48 AM IST

  • ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે મેવાત ગેંગના રીઢા ગુનેગારની કરી ધરપકડ
  • આરોપી હરિયાણા અને રાજસ્થાનમાં લૂંટ-ધાડના અઢળક ગુનામાં સંડોવાયેલો છે
  • મેવાર ગેંગનો કુખ્યાત આરોપી ઝડપાયો

ભરૂચ: ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કર્મચારીઓને બાતમી મળી હતી કે, મેવાત ગેંગનો રીઢો ગુનેગાર અંકલેશ્વર ઔદ્યોગીક વસાહત વિસ્તારમાં આવેલો છે. જેના આધારે પોલીસે ઓપરેશન હાથ ધરી કુખ્યાત આરોપી અલીમ ઉર્ફે બબ્બુ મેઉની ધરપકડ કરી હતી. આરોપીની ધરપકડ બાદ તપાસ કરાતા તેણે હરિયાણા, રાજસ્થાન અને મધ્યપ્રદેશના અલગ-અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરી, લૂંટ અને ધાડના અનેક ગુનાને અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું હતું.

આ પણ વાંચો:વડોદરામાં 6 મહિનાથી ફરાર લૂંટ અને ધમકીના ગુનાનો આરોપી ઝડપાયો

આરોપી 35થી વધુ ગુનામાં વોન્ટેડ

આરોપી મૂળ હરિયાણાના મેવાતનો રહેવાસી છે અને અનેક ગુનામાં છેલ્લા ચાર વર્ષથી ફરાર હતો. આ અંગેની જાણ હરિયાણા પોલીસને કરાતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ ભરૂચ પહોંચી હતી. તેઓના જણાવ્યા અનુસાર આરોપી વિવિધ રાજ્યના 35થી વધુ ગુનાઓમાં વોન્ટેડ છે. વર્ષ 2016માં હરિયાણાના મેવાત ખાતે જુથ અથડામણ થઈ હતી. જેમાં 36 લોકોને ગોળી વાગતા ઇજાગ્રસ્ત થયા હતા. આરોપી ટ્રક ડ્રાઇવિંગ કરી વિવિધ રાજયમાં પહોંચે છે અને જે તે વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિથી માહિતગાર થયા બાદ ગેંગના અન્ય સભ્યો સાથે મળી ચોરી, લૂંટ અને ધાડ સહિતના ગુનાઓને અંજામ આપે છે. ભરૂચ પોલીસે આરોપીનો કબજો હરિયાણા પોલીસને સોંપ્યો છે. ત્યારે ભરૂચ પોલીસને રીઢા ગુનેગારને ઝડપી પાડવામાં મોટી સફળતા મળી છે.

આ પણ વાંચો:ખંડણીમાં વોન્ટેડ અને પેરોલ પર છૂટેલો કુખ્યાત આરોપી શિવા મહાલીંગન ઝડપાયો

ABOUT THE AUTHOR

...view details