ભરૂચ: અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48 પર આવેલી સહયોગ હોટલ પાસેથી વિદેશી દારૂનો જથ્થો ભરેલો આઇસર ટેમ્પો પોલીસે ઝડપી લીધો હતો. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ દ્વારા આઇસર ટેમ્પોની અંદર તપાસ કરતા વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. જે કેસમાં 8,28,000 ના વિદેશી દારૂના જથ્થા સાથે આઇસર ટેમ્પો મળી કુલ 18,28,000નો મુદ્દામાલ જપ્ત કરી ડ્રાઇવરની ધરપકડ કરવામાં આવી હતી.
18.28 લાખનો મુદ્દામાલ કબ્જે:અંકલેશ્વર શહેર બી-ડિવિઝન પોલીસે માહિતીના આધારે નેશનલ હાઈવે નંબર 48 પર આવેલી સહયોગ હોટલ નજીકથી ગત મોડી સાંજના એક આઈસર ટેમ્પામાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે દારૂ અને ટેમ્પા મળી કુલ રૂ. 18.28 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ટેમ્પોચાલકની અટકાયત કરી હતી. ટેમ્પામાં વિદેશી દારૂની પેટીઓને કવર કરવા માટે ફાર્માસ્યુટિકલ કંપનીના રિજેક્ટ થયેલા પાવડરના પૂઠાંના ડ્રમ મૂકવામાં આવ્યા હતાં.
બાતમી મળી: ભરૂચ જિલ્લા એસપી મયૂર ચાવડાએ જિલ્લામાં દારૂ જુગારના કેસો કરવા માટે આદેશ આપ્યા હતા. જેના આધારે અંકલેશ્વર બી-ડિવિઝનના પીઆઈ યુ.વી. ગડરિયા ડીવાયએસપી ચિરાગ દેસાઈના માર્ગદર્શન હેઠળ તેમના વિસ્તારમાં કડક પેટ્રોલિંગમાં હતા. આ સમય દરમિયાન માહિતી મળી હતી કે, એક આઈસર ટેમ્પો ભારતીય બનાવટનો દારૂનો જથ્થો ભરીને સુરત તરફથી અમદાવાદ તરફ જનાર છે. જેથી પોલીસ ટીમોએ માહિતીના આધારે પંચોને હાજર રાખીને ખાનગી વાહનોમાં નેશનલ હાઇવે નંબર 48 પર આવેલી સહયોગ હોટલ પાસે વોચમાં બેઠા હતાં.