ભરૂચઃભરૂચ શહેરના રામનગર વિસ્તારમાં એક દીકરી મૃત હાલતમાં મળી હતી. જોકે, પોલીસે ઊંડી તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, એની સાથે રહેતી મહિલાએ એને પતાવી દીધી છે. પત્ની પોલીસ પૂછપરછમાં ભાંગ પડી હતી અને કબૂલાત કરી હતી કે, દીકરીને ગળુ દબાવીને મારી નાંખી છે. બે દીકરીના રહસ્યમય રીતે મોત થયાની પોલીસને આશંકા હતી. પણ પત્નીનો ચહેર સામે આવતા પોલીસ પણ વિચારતી થઈ ગઈ હતી. પોલીસે આ માતાની ધરપકડ કરીને કાયદેસરના પગલાં લીધા છે.
આ પણ વાંચોઃAhmedabad Crime : પ્રેમસબંધમાં ભાઈએ ભાઈનું અપહરણ કરીને રાજસ્થાનમાં ઢોર માર માર્યો
દસ દિવસના રીમાન્ડઃપોલીસે આ માતાને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે એના દસ દિવસના રીમાન્ડ મંજૂર કરી દીધા છે. માનવરસિંહ રામસિંહ ચૌહાણ ભરૂચમાં રહે છે અને મૂળ રાજસ્થાનના છે. એના મોટાભાઈ કલ્યાણસિંહ પરિવાર સાથે છેલ્લા આઠ વર્ષથી ભરૂચમાં રહે છે. માનવરસિંહના આઠ વર્ષ પહેલા મધ્યપ્રદેશની રહેવાસી નંદિની સાથે થયા છે. એ પછી એને ત્યાં દીકરીનો જન્મ થયો હતો. જન્મ થયાના વીસ દિવસમાં બાળકીનું મૃત્યું થયું હતું. એ પછી દંપતિ વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. પણ પછી બીજી એક દીકરીનો જન્મ થયો હતો. કલ્યાણસિંહને ત્યાં કોઈ સંતાન ન હોવાથી આ બીજી દીકરીને દત્તક આપી દીધી હતી. જેનું નામ અશું રાખવામાં આવ્યું હતું.