ભરૂચ : વર્ષ 2017માં અમદાવાદ ATS એ અંકલેશ્વર સરદાર પટેલ હોસ્પિટલમાં લેબ ટેકનિશિયન તરીકે ફરજ બજાવતા મૂળ વડોદરા અને સુરતના બે આતંકીઓની ધરપકડ કરી હતી. જે સમયે લોન વુલ્ફ એટેક માટે ઇસ્લામિક સ્ટેટ અને ISIS સાથે જોડાયેલા બંને ટેરેરીસ્ટ તૈયારી કરી રહ્યા હતાં. આ બંનેમાં એક વડોદરાનો મહંમદ કાસીમ સ્ટીમ્બરવાલા અને સુરતનો રેસ્ટોરન્ટ ચલાવતો વકીલ ઉબેદ મિર્ઝા શામેલ હતાં અને ટેરર એટેક બાદ જમૈકા જતા રહેવાના હતાં. આ બંને સામે એવો પણ આરોપ હતો કે તેમણે સોશિયલ મીડિયા પર આતંકી હુમલા માટેે 4 યુવાનોને પણ તૈયાર કર્યા હતાં.
2014 ATS ની ટીમને ઇનપુટ મળેલા મોહંમદ કાસિમ અને ઉબેદ મિર્ઝા રહે સુરત અને તેઓ આતંકી પ્રવૃત્તિ સાથે જોડાયેલા તેઓ સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને આતંકવાદી પ્રવૃતિ કરવામાં માટે પ્રેરિત કરી રહ્યા છે.તેમના મોબાઇલ નંબર અને સોશિયલ એકાઉન્ટ ને સર્વેલન્સ પર રાખતા તેઓના વિરુદ્ધમાં પુરાવા એકત્ર કરવામાં આવેલ અને તારીખ 25/10/2017 ના રોજ બંને આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવેલી. તે દરમ્યાન તેઓની પાસેથી પેન ડ્રાઇવ , મોબાઈલ સોશીયલ મિડીયા ડેટા સાથે વિગતો પરથી જાણવા મળેલ કે તેઓ ISIS અને અલકાયદા અને બહારની સિરિયાની આતંકી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હતા.અને અન્ય યુવાનોને આતંકી પ્રવૃત્તિ કરવામાં માટે પ્રેરિત કરતા હતા. આ સમય દરમ્યાન ચાર જેટલા યુવકો આતંકી પ્રવૃત્તિ કરવા માટે પ્રેરાઈને તેઓ બાંગ્લાદેશની બોર્ડર કલકત્તાથી પકડાઈ ગયેલ. આ બંને આતંકવાદીઓએ અમદાવાદના ધાર્મિક સ્થળ સીનેગોંગ ઉપર લોન વુલ્ફ એટેક કરવા માટે રેકી કરેલી હતી. અને હથિયારો મેળવવા માટેના પ્રયાસો કરેલા તેવા પણ પુરાવા રેકોર્ડ પર આવેલા હતા.અને આ સમય દરમ્યાન આ બંને આતંકીઓ હૈદરાબાદ ,કોલકત્તા અને બેંગલોર માં પણ કોન્ટેક્ટ હતા. આતંકી પ્રવૃત્તિઓ માટે જાહેરાત કરતા અને યુવાનોને આતંકી પ્રવૃત્તિ કરવા માટે પ્રેરિત કરતા હતા.આ કેસમાં સરકાર તરફે 75 જેટલા સાક્ષીઓ અને ATS એ પુરાવા મેળવી ખૂબ જ સરસ કામગીરી કરેલ તેઓની પણ જુબાની લેવામાં આવી હતી. સર્વેલાન્સ ના ડેટા અને ડિજિટલ એવિડન્સના પુરાવા અને સરકાર પક્ષે આવેલા 22 જેટલા ચુકાદા રજૂ કરવામાં આવેલા હતા. જેમાં સંસદ ભવન પર થયેલા આતંકી હુમલો , અક્ષરધામ મંદિર પર થયેલ આતંકી હુમલો અને કસાબના કેશ નો ચુકાદો પણ રજૂ કરવામાં આવેલ જેને ધ્યાનમાં રાખીને બંને આતંકવાદીઓ જીવે ત્યાં સુધીની આજીવન કારાવાસની સજા કરવામાં આવેલ છે...પરેશ પંડ્યા(સરકારી વકીલ)
સંખ્યાબંધ પુરાવા રજૂ થયાં : ભરૂચના સરકારી વકીલ પરેશ પંડ્યાની દલીલો ગ્રાહ્ય રાખી સેશન્શ જજ કલોતરાએ બંનેને અંતિમ શ્વાસ સુધી આજીવન કેદની સજા ફરમાવી છે. આ કેસમાં કુલ 75 સાહેદો, પેન ડ્રાઈવ, મોબાઈલ, લેપટોપ, સર્વેલન્સ ડેટા, ડિજિટલ પુરાવા રજૂ કરાયા હતાં.