ગુજરાત

gujarat

ETV Bharat / state

ભરૂચ કોરોના અપડેટઃ નવા 21 પોઝિટિવ કેસ નોંધાયા - Corona Update

ભરૂચ જિલ્લામાં શનિવારે કોરોના વાઇરસના 21 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. એક સાથે જિલ્લામાં 21 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા કોરોના સક્રિય કેસની સંખ્યા 242 થઇ છે.

ભરૂચ કોરોના અપડેટ
ભરૂચ કોરોના અપડેટ

By

Published : Sep 26, 2020, 6:15 PM IST

ભરૂચઃ જિલ્લામાં શનિવારે કોરોના વાઇરસના સંક્રમણના ૨૧ પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 2,066 પર પહોંચી છે.

ભરૂચ કોરોના અપડેટ

  • કુલ પોઝિટિવ કેસ - 2066
  • કુલ સક્રિય કેસ - 242
  • કુલ ડિસ્ચાર્જ - 1806
  • કુલ મોત - 18

ભરૂચ જિલ્લામાં શનિવારે કોરોના વાઇરસના 21 પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 2066 પર પહોંચી છે. ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં ઉત્તરોઉત્તર વધારો થઇ રહ્યો છે. ત્યારે શનિવારે સાંજના 5 કલાક સુધીમાં નવા 21 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે 18 દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે.

આરોગ્ય વિભાગ દ્વારા શનિવારના રોજ 1 મોત દર્શાવવામાં આવતા કોરોનાના કારણે 29 દર્દીઓ સત્તાવાર રીતે મોતને ભેટ્યા છે. અત્યાર સુધીમાં જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 2066 પર પહોંચી છે. જે પૈકી 1806 દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. આમ જિલ્લામાં 87.41 ટકા દર્દીઓએ કોરોના મુક્ત થયા છે.

ABOUT THE AUTHOR

...view details