કેન્દ્ર સરકારના નાગરિકતા સંશોધન કાયદાનો ઠેર ઠેર વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. ત્યારે ભરૂચમાં પણ આ કાયદાનો વિરોધ જોવા મળ્યો હતો. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ કતોપોર બજાર, મોટી બજાર અને ફુરજા સહિતના બજારો બંધ રહ્યા હતા. વેપારીઓએ સ્વયંભુ રીતે બંધ પાળી નાગરિકતા સંશોધન કાયદાનો વિરોધ નોંધવાયો હતો.
ભરૂચમાં નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં સજ્જડ બંધ - caa
ભરૂચઃ જિલ્લામા નગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં પશ્ચિમ વિસ્તારના વેપારીઓએ સજ્જડ બંધ રહ્યા વેપારીઓએ સ્વયંભુ બંધ પાળ્યો. પોલીસની સમગ્ર પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યાં છે.
ભરૂચમાં નાગરિકતા સંશોધન બિલના વિરોધમાં સજ્જડ બંધ
અમદાવાદની ઘટના બાદ ભરૂચ પોલીસ દ્વારા પણ સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. આજ રોજ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જો કે આ રેલી બાદમાં રદ્દ કરી દેવામાં આવી હતી. કાયદામાં સુધારા વધારાની મુસ્લિમ આગેવાનો માગ કરી રહ્યા છે.