ભરૂચઃ સિવિલ હોસ્પિટલ અને તંત્ર માટે રાહતના સમાચાર સાંપડી રહ્યા છે. સિવિલ હોસ્પિટલના 45 કર્મીઓના કોરોના વાઇરસના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જો કે, હજુ 106 રિપોર્ટની રાહ જોવાઇ રહી છે.
ભરૂચ સિવિલ હોસ્પિટલ અને તંત્ર માટે રાહતના સમાચાર - કોરોના તાજા સમાચાર
કોરોના વાઇરસના સંક્રમણનું હોટ સ્પોટ બનેલી સિવિલ હોસ્પિટલના 45 આરોગ્ય કર્મીઓના કોરોના વાઇરસના રિપોર્ટ નેગેટિવ આવ્યાં છે. હજુ 106 કર્મીઓના રિપોર્ટ બાકી છે. જેની રાહ જોવાઇ રહી છે.
ભરૂચમાં કોરોના વાઇરસના સંક્રમણનું હોટ સ્પોટ બનેલા સિવિલ હોસ્પિટલને સીલ કરી દેવામાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા સાત આરોગ્યકર્મીઓના કોરોના વાઇરસના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દ્વારા આ નિણર્ય લેવામાં આવ્યો હતો. જો કે, હવે એક રાહતના સમાચાર સાંપડી રહ્યા છે.
7 આરોગ્ય કર્મીઓ કોરોનાના કુંડાળામાં પડતા બાકીના તમામ કર્મીઓના રિપોર્ટ કઢાવવામાં આવ્યા હતા. જે પૈકી 45 આરોગ્ય કર્મીઓના કોરોના વાઇરસના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જેથી સિવિલ અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. જો કે, હજુ સિવિલ સ્ટાફના 106 લોકોના રિપોર્ટ બાકી છે. જેની રાહ જોવામાં આવી રહી છે.