ગુજરાત

gujarat

ETV Bharat / state

ભરૂચના પારસી સદગૃહસ્થ અને ઉદ્યોગપતિ મીનું શેઠનાનું 85 વર્ષની વયે લાંબી માંદગી બાદ નિધન - Bharuch News

ભરૂચના પ્રતિષ્ઠિત શેઠના પરિવારના મોભી મીનુ બરજોરજી શેઠનાનું લાંબી માંદગી બાદ શુક્રવારે મોડી રાત્રીએ 85 વર્ષની વયે નિધન થયું હતુ. મીનું શેઠનો જન્મ 28-8-1935માં પારસી પરિવારમાં થયો હતો. શેઠના પરિવાર વ્યાપાર રોજગાર માટે ભરૂચમાં સ્થાયી થયું હતું અને ભરૂચને આઈસ ફેક્ટરી, સિનેમા ગૃહ તથા હોટલની ભેટ આપી હતી.

ભરૂચના પારસી સદગૃહસ્થ અને ઉદ્યોગપતિ મીનું શેઠનાનું 85 વર્ષની વયે લાંબી માંદગી બાદ નિધન
ભરૂચના પારસી સદગૃહસ્થ અને ઉદ્યોગપતિ મીનું શેઠનાનું 85 વર્ષની વયે લાંબી માંદગી બાદ નિધન

By

Published : Mar 7, 2020, 5:37 PM IST

ભરૂચઃ મીનુ શેઠના પરિવારના મોભી હતા અને ભરૂચના વિકાસમાં મોટું યોગદાન આપ્યું હતું. તેઓના મિલનસાર સ્વભાવના કારણે તેઓ સાથે લોકો જોડાયેલા રહેતા હતા. રોટરી ક્લબ અને લાયન્સ ક્લબ જેવી સામાજિક સંસ્થાઓ સાથે પણ જોડાયેલા હતા. હાલ શેઠના ઉદ્યોગ મીનુ શેઠના પુત્ર એરિક શેઠ સંભાળી રહ્યા છે. પારસી રીતી રીવાજ મુજબ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં અગ્રગણ્ય નાગરીકો જોડાયા હતા. મીનું શેઠનાના નિધનથી ભરૂચ અને તેમના પરિવારને ન પૂરી શકાય એવી ખોટ પડી છે.

ABOUT THE AUTHOR

...view details