ભરૂચ: દિવસેને દિવસે વધતા જતા કોરોનાના સંક્રમણને અટકાવવા માટે જિલ્લા કલેક્ટર દ્વારા કડક પગલાં ભરવામાં આવી રહ્યાં છે. જેના ભાગરૂપે જિલ્લામાં પહેલાં દુકાનોનો સમય મર્યાદિત કરી દુકાનો સવારના 7થી સાંજના 4 વાગ્યા સુધીજ ખુલ્લી રાખવાનો હૂકમ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ હવે સોમવારે વધુ એક જાહેરનામું બહાર પાડી કલેક્ટર દ્વારા જિલ્લામાં હોટલ-રેસ્ટોરન્ટના સમયને પણ મર્યાદિત કરી દેવામાં આવ્યા છે.
ભરૂચ: વહીવટી તંત્રનું વધુ એક જાહેરનામું, હોટલ-રેસ્ટોરન્ટ સાંજના ચાર વાગ્યા સુધી જ ખુલ્લી રાખી શકાશે
ભરૂચમાં વધતા જતા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા વધુ એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, જીલ્લામાં હોટલ અને રેસ્ટોરન્ટ સાંજના ચાર વાગ્યા સુધી જ ખુલ્લી રાખી શકાશે.
વહીવટી તંત્રનું વધુ એક જાહેરનામું
કલેક્ટરના જાહેરનામાં મુજબ હવે હોટલ-રેસ્ટોરન્ટ સાંજના 4 વાગ્યા સુધીજ ખુલી રાખવામાં આવશે. જાહેરનામાનો ભંગ કરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તે અંગે તંત્ર દ્વારા આદેશ આપવામાં આવ્યો છે.