ભરૂચ અને અંકલેશ્વર રેલવે સ્ટેશનને ISO પ્રમાણપત્ર પ્રાપ્ત કર્યું છે. નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા અપાયેલા નિર્દેશોને ભરૂચ અંકલેશ્વર સહિત ૮ રેલવે સ્ટેશનોએ પૂર્ણ કરતા પ્રમાણપત્ર એનાયત કરવમ આવ્યા હતા. પશ્વિમ રેલવેના વડોદરા મંડલમાં આવતા ૮ રેલવે સ્ટેશનોને ISO પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા છે. જેમાં ભરૂચ અને અંકલેશ્વર રેલવે સ્ટેશનનો પણ સમાવેશ થાય છે.
ભરૂચ અને અંકલેશ્વર રેલવે સ્ટેશનને ISO પ્રમાણપત્ર પ્રાપ્ત કર્યું - ભરૂચ અને અંકલેશ્વર રેલવે સ્ટેશન
ભરૂચઃ જિલ્લા અને અંકલેશ્વર રેલવે સ્ટેશનને ISO પ્રમાણપત્ર પ્રાપ્ત કર્યું છે. નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા અપાયેલા નિર્દેશોને ભરૂચ અંકલેશ્વર સહિત ૮ રેલવે સ્ટેશનોએ પૂર્ણ કરતા પ્રમાણપત્ર એનાયત કરાયા હતા.
નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા રેલવે સ્ટેશનોને વિવિધ નિર્દેશો આપવામાં આવ્યા હતા. જેનો લક્ષ્યાંક પૂર્ણ કરતા ભરૂચ અંકલેશ્વર સહિત ૮ રેલવે સ્ટેશનને આ પ્રમાણ પત્ર એનાયત કરવામાં આવ્યા છે. મંડલ રેલ પ્રબંધક દેવેન્દ્ર કુમાર દ્વારા તમામ રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્ટરોને પ્રમાણપાત્રો એનાયત કરવામાં આવ્યા હતા. એન્વાયરમેન્ટ મેનેજમેન્ટ સીસ્ટમ અંતર્ગત આ રેલવે સ્ટેશનો પર સુવિધા અને પર્યાવરણ અનુકુળ વાતાવરણનું મુલ્યાંકન કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચ અંકલેશ્વર રેલવે સ્ટેશને ઉત્કૃષ્ટ દેખાવ કરતા પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે.