ભરૂચ : લોકડાઉન વચ્ચે મંગળવારે આંબેડકર જયંતીની ઠેર-ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ભરૂચ તાલુકાના અંગારેશ્વર ગામના લોકોએ આંબેડકર જયંતીની અનોખી રીતે ઉજવણી કરી હતી. લોકડાઉનના સમયમાં ખડેપગે ફરજ બજાવનાર કોરોના વોરીયર્સ એવા પોલીસકર્મીઓ પર ગ્રામજનો દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી હતી અને તેમનું સન્માન કરાયું હતું.
ભરૂચના અંગારેશ્વર ગામમાં આંબેડકર જયંતિની અનોખી રીતે ઉજવણી કરાઇ - corona virus impact
ભરૂચ તાલુકાના અંગારેશ્વર ગામે આંબેડકર જયંતિની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કોરોના વાઇરસથી લોકોને બચાવા લોકડાઉનનો સખત રીતે અમલ કરાવી રહેલા પોલીસકર્મીઓ પર ગ્રામજનોએ પુષ્પવર્ષા કરી હતી.
![ભરૂચના અંગારેશ્વર ગામમાં આંબેડકર જયંતિની અનોખી રીતે ઉજવણી કરાઇ etv bharat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6788868-705-6788868-1586860630778.jpg)
ભરૂચ: અંગારેશ્વર ગામમાં આંબેડકર જયંતીની અનોખી રીતે ઉજવણી કરાઇ
તેેમજ રિલાયન્સ ફાઉન્ડેશનના સહયોગથી પોલીસકર્મીઓના હસ્તે જરૂરીયાતમંદોને જીવન જરૂરીયાતની કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.