ભરૂચઃ જિલ્લાના આમોદના કોરોનાગ્રસ્ત વૃદ્ધનું વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. જિલ્લામાં કોરોના વાઇરસથી વધુ એકનું મોત થતા કુલ મૃત્યુ આંક ૩ થયો છે.
આમોદના કોરોનાગ્રસ્ત વૃદ્ધનું વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ - Guthrie Hospital
ભરૂચ જિલ્લાના આમોદના કોરોનાગ્રસ્ત વૃદ્ધનું વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. જિલ્લામાં કોરોના વાઇરસથી વધુ એકનું મોત થતા કુલ મૃત્યુ આંક ૩ થયો છે.
ભરૂચ શહેર અને જીલ્લામાં છેલ્લા ઘણા સમયથી કોરોના વાઇરસના કોઈ પોઝેટીવ કેસ નોધાયા નથી, જો કે વધુ એક દર્દી કોરોના સામેની જંગ હારી ગયા છે. આમોદના આમલી ફળિયાના રહીશ 79 વર્ષીય ચતુર પરમારને કોરોના પોઝેટીવ આવતા તેઓને સારવાર અર્થે વડોદરાની ગોત્રી કોવિડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે સારવાર દરમિયાન તેઓનું મોત નીપજ્યું છે. આ વૃદ્ધ ગોઈટરના ઓપરેશન માટે વડોદરા ગયા હતા જ્યાં તેઓને કોરોનાનો ચેપ લાગ્યો હતો. જિલ્લામાં કોરોના વાઇરસના કારણે વધુ એક મોત થયું છે, ત્યારે જિલ્લામાં કોરોનાનાં કારણે મૃત્યુ આંક ત્રણ પર પહોચ્યો છે, જ્યારે પોઝિટિવ કેસનો આંક 32 છે.