ભરૂચ: શહેર અને જીલ્લામાં કોરોના વાઇરસે કહેર મચાવી રહ્યો છે. ત્યારે મંગળવારે કોરોના વાઇરસના સોથી વધુ 32 પોઝિટીવ કેસ નોધાયા છે. જેનાં કારણે આરોગ્ય વિભાગ દોડતું થયું છે.
ભરૂચમાં મંગળવારે કોરોનાના 32 પોઝિટિવ કેસ નોંધાયા - ભરૂચ કોરોના અપડેટ
ભરૂચમાં મંગળવારે કોરોના વાઇરસ પોઝિટિવના 32 કેસ નોંધાયા છે.જેથી જિલ્લામાં કોરોના પોઝિટિવનો આંક હવે 507એ પહોંચ્યો છે.
અંકલેશ્વરની સ્પેશ્યલ કોવીડ જયાબહેન મોદી હોસ્પિટલનાં ટ્રસ્ટી અને જાણીતા ઉદ્યોગપતિ કમલેશ ઉદાણીને પણ કોરોના પોઝિટિવ આવતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ભરૂચ જીલ્લામાં તાલુકા પ્રમાણે નોધાયેલા કોરોના પોઝિટિવ કેસની સંખ્યા જોઇએ તો ભરૂચમાં 10, આમોદમાં 2, અંકલેશ્વરમાં 12, જંબુસરમાં 1 ઝઘડિયામાં 4 અને હાંસોટમાં કોરોના વાઇરસના 3 પોઝિટિવ કેસ નોધાયા છે.તેમજ જીલ્લામાં મંગળવારે 17 દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી છે.
જીલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 507 પર પહોચી છે. જેમાંથી 15 દર્દીઓના મોત નીપજ્યા છે. તો 285 દર્દી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. જયારે હવે જીલ્લામાં કોરોનાના 207 એક્ટીવ કેસ છે.