ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોના વોરીયર્સ: ભરૂચ પોલીસના 2700 જવાનોને ઈમ્યુનીટી બુસ્ટર ડોઝ અપાયા - Bharuch

ભરૂચ જિલ્લામાં ખડેપગે ફરજ બજવતા પોલીસકર્મીઓની રોગ પ્રતિકારક શક્તિ વધે એ હેતુથી પોલીસના 2700 જવાનોને ઈમ્યુનીટી બુસ્ટર ડોઝ આપવામાં આવ્યા હતા.

કોરોના વોરીયર્સ
કોરોના વોરીયર્સ

By

Published : Apr 16, 2020, 3:24 PM IST

ભરૂચ: કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે પોલીસકર્મીઓ ખડેપગે ફરજ બજાવી લોકોને લોકડાઉનનું પાલન કરાવી રહ્યા છે.પોલીસકર્મીઓ દિવસ દરમ્યાન ઘણા લોકોના સંપર્કમાં આવતા હોય છે. ત્યારે તેઓને પણ જીવલેણ રોગનો ચેપ લાગવાનો ભય રહે છે.

આવા સમયમાં પોલીસકર્મીઓની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય એ હેતુથી ભરૂચના પ્રીત હોમીયોપેથીક કલીનીક અને ભરૂચ પોલીસ દ્વારા ભરૂચ પોલીસના 2700 કર્મીઓને ઈમ્યુનીટી બુસ્ટર ડોઝ આપવામાં આવ્યા છે. જેનાથી પોલીસકર્મીઓની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થશે. આ ઉપરાંત પોલીસકર્મીઓને હેન્ડ ગોલ્ઝ, માસ્ક, સેનેટાઈઝર અને ચશ્માનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details