ભરૂચ: લોકડાઉન પાર્ટ-૩માં સરકાર દ્વારા પર પ્રાંતીયોને તેમના વતન જવા છૂટ આપવામાં આવી છે. ભરૂચ ઔદ્યોગિક જિલ્લો છે. જેથી અહી મોટી સંખ્યામાં પરપ્રાંતિયો વસવાટ કરે છે.
ભરૂચમાં 1700 પરપ્રાંતિયોએ વતન જવા કરી અરજી - કોરોોોોના વાઇરસની અસર
ભરૂચ જિલ્લામાં 1700 પરપ્રાંતિયોએ વતન જવા માટે અરજી કરી છે. જેથી તંત્ર દ્વારા 900 જેટલા પાસ ઈશ્યુ કરવામાં આવ્યા છે. તંત્ર દ્રારા ભરૂચ અથવા અંકલેશ્વરથી યુ.પી.બિહાર તરફ સ્પેશ્યલ ટ્રેન દોડાવવાની વિચારણા ચાલી રહી છે.
ભરૂચ: 1700 પરપ્રાંતિયોએ વતન જવા કરી અરજી
ભરૂચ વહીવટી તંત્ર દ્વારા પરપ્રાંતિયોને વતન મોકલવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવતા ભરૂચ જિલ્લામાંથી 1700 જેટલા પરપ્રાંતિયોએ વતન જવા માટે અરજી કરી છે. તો તંત્ર દ્વારા 900 પાસ ઈશ્યુ કરવામાં આવ્યા છે. હજી પણ મોટી સંખ્યામાં પરપ્રાંતિયો વતન જવા માટે અરજી કરી શકે છે.
તેને ધ્યાન પર રાખી તંત્ર દ્રારા ભરૂચ અથવા અંકલેશ્વર રેલવે સ્ટેશનેથી યુ.પી.બિહાર તરફ સ્પેશ્યલ ટ્રેન દોડાવવાની પણ વિચારણા ચાલી રહી છે.