ગુજરાત

gujarat

ETV Bharat / state

ભરતસિંહ સોલંકીએ કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલને તેમની પ્રથમ પુણ્યતિથિએ આપી ભાવાંજલી - ભરતસિંહ સોલંકી

કોંગ્રેસના પૂર્વ નેતા મર્હૂમ અહેમદ પટેલની આજે પ્રથમ પુણ્યતિથિ (Ahmed Patel death anniversary) છે. તેમના વતન અંકલેશ્વરના પીરામણ ગામ ખાતે આજે ગુરુવારે સર્વધર્મ પ્રાર્થના સભા (Interfaith Prayer Meeting) યોજાઈ હતી. જેમાં કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ તેમને ભાવાંજલી (Bharatsinh Solanki pays homage to Congress leader Ahmed Patel) આપી હતી.

Bharatsinh Solanki
Bharatsinh Solanki

By

Published : Nov 25, 2021, 10:17 AM IST

Updated : Nov 25, 2021, 10:36 AM IST

  • કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલની પ્રથમ પુણ્યતિથિ
  • ભરતસિંહ સોલંકીએ આપી ભાવાંજલી
  • અંકલેશ્વરના પીરામણ ગામ ખાતે સર્વધર્મ પ્રાર્થના સભા યોજાઈ

ભરૂચ: પૂર્વ સાંસદ અને કોંગ્રેસના પૂર્વ નેતા મર્હૂમ અહેમદ પટેલની (Ahmed Patel death anniversary) આજે પ્રથમ પુણ્યતિથિ છે. તેમના વતન અંકલેશ્વરના પીરામણ ગામ ખાતે આજે ગુરુવારે સર્વધર્મ પ્રાર્થના સભા (Interfaith Prayer Meeting) યોજાઈ હતી. જેમાં કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી (Bharatsinh Solanki pays homage to Congress leader Ahmed Patel) તથા મૌલિન વૈષ્ણવે હાજરી આપી હતી. જે બાદ અહેમદ પટેલની કબર પર ફુલહાર અર્પણ કરાયા હતા.

ભરતસિંહ સોલંકીએ કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલને તેમની પ્રથમ પુણ્યતિથિએ આપી ભાવાંજલી

કોરોનાને કારણે થયુ હતું મોત

કોંગ્રેસના પીઢ નેતા અને ચાણક્ય અહેમદ પટેલના નિધનને આજે એક વર્ષ પૂર્ણ (Ahmed Patel death anniversary) થયું છે. તેમના નિધન બાદ રાજકીય આલમમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલનું (AHMED PATEL) 25 નવેમ્બર 2020ના રોજ કોરોના સંક્રમણના કારણે 71 વર્ષની વયે નિધન થયું હતું. તેઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમની તબિયત સતત બગડતી ગઈ હતી,અને આખરે તેઓ મોતને ભેટ્યા હતા

ભરતસિંહ સોલંકીએ કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલને તેમની પ્રથમ પુણ્યતિથિએ આપી ભાવાંજલી

અહેમદ પટેલ સોનિયા ગાંધીના રાજનૈતિક સલાહકાર

અહેમદ પટેલનો (AHMED PATEL) જન્મ 21 ઓગસ્ટ, 1949માં ગુજરાતના ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના પિરામણ ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ મોહમ્મદ ઈશકજી પટેલ અન માતા હવાબેન મોહમ્મભાઈ હતું. એવું કહેવામાં આવે છે કે, તેમના પિતા કોંગ્રેસમાં હતા અને તેમના પિતાનો અનુભવ તેમને કામ લાગ્યો હતો. અહેમદ પટેલ રાષ્ટ્રીય કોંગ્રેસના વરિષ્ઠ નેતા હતા અને હાલમાં તેઓ રાજ્યસભાના સાંસદ હતા. અહેમદ પટેલ 2001થી કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીના રાજનૈતિક સલાહકાર રહ્યા હતા. તેઓ ગાંધી અને નહેરુ પરિવારની ખૂબ નજીકના સાથી રહ્યા છે.

ભરતસિંહ સોલંકીએ કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલને તેમની પ્રથમ પુણ્યતિથિએ આપી ભાવાંજલી

આ પણ વાંચો: પિતાને રાહે ચાલી રાજનીતિ શીખનારા અહેમદ બન્યા કોંગ્રેસના 'ચાણક્ય'

1976થી રાજનૈતિક સફરની કરી હતી શરૂઆત

અહેમદ પટેલે તેમની રાજનૈતિક સફરની શરૂઆત 1976 માં ભરૂચ નગરપાલિકાની ચૂંટણીથી કરી હતી. ત્યાર બાદ તેઓ પંચાયતના અધ્યક્ષ બન્યા હતા. પછી તેઓ કોંગ્રેસ પક્ષ સાથે જોડાયા હતા. અહેમદ પટેલ રાજ્ય કોંગ્રેસના પ્રમુખ બન્યા હતા. ઈન્દિરા ગાંધીની ઈમરજન્સી વખતે 1977માં લોકસભાની ચૂંટણી યોજાઈ હતી, જેમાં અહેમદ પટેલે ઝંપલાવ્યું હતું. જેમાં ઈન્દિરા ગાંધી હારી ગયા હતા. જોકે, આ ચૂંટણીમાં અહેમદ પટેલ જીતી ગયા હતા અને તેઓ પહેલીવાર લોકસભામાં સાંસદ બન્યા હતા.

આ પણ વાંચો: વડાપ્રધાન મોદી નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટનો કરશે શિલાન્યાસ, ગણાવ્યો ઐતિહાસિક અવસર

ત્રણ વખત લોકસભાના અને પાંચ વખત રાજ્યસભાના સાંસદ રહ્યા

અહેમદ પટેલે આઠ વખત ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેઓ ત્રણ વખત એટલે કે 1977, 1980 અને 1984માં લોકસભાના સાંસદ બન્યા હતા અને પાંચ વખત એટલે કે, 1993, 1999, 2005, 2011 અને 2017માં રાજ્યસભાના સાંસદ રહ્યા હતા. આ ઉપરાંત હાલમાં તેઓ રાજ્યસભાના સાંસદ પણ હતા. 9 ઓગસ્ટ, 2017ના રોજ રાજ્યસભાની ચૂંટણી યોજાઈ હતી, જેમાં તેઓ ભાજપના ઉમેદવાર બળંવતસિંહ રાજપુતને હરાવીને જીત્યા હતા. 21 ઓગસ્ટ, 2018ના રોજ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ તેમને ઓલ ઈન્ડિયા કોંગ્રેસ પાર્ટીના ટ્રેઝરર તરીકે નિમ્યા હતા. 2004 અને 2009ની ચૂંટણીમાં કોંગ્રેસને સફળતા મળી હતી, તેનો શ્રેય અહેમદ પટેલને જાય છે. અહેમદ પટેલ કોંગ્રેસ પક્ષમાં અને ખાસ કરીને રાજીવ ગાંધી અને સોનિયા ગાંધીના ખૂબ જ વિશ્વાસુ હતા.

કોરોના પોઝિટિવ થયાની જાણકારી ટ્વીટ કરીને તેમણે જાતે જ આપી હતી

અહેમદ પટેલ 1 ઓકટોબરે જાતે ટ્વીટ કરીને કોરોના પોઝિટિવ થયાની જાણકારી આપી હતી. તેમણે ટ્વીટ કર્યું હતું કે, હું કોરોના સંક્રમિત થયો છું, જે લોકો મારા સંપર્કમાં આવ્યા હોય તે તમામને આગ્રહ કરું છું કે તેઓ જાતે આઈસોલેટ થઈ જાય.

Last Updated : Nov 25, 2021, 10:36 AM IST

ABOUT THE AUTHOR

...view details