કોંગ્રેસના ઉમેદવાર શેરખાન પઠાણે ETV ભારત સાથે Exclusive વાતચીત કરતા જણાવ્યું હતું કે, ભરૂચમાં 30 વર્ષથી ભાજપના સાંસદ ચૂંટાય છે અને ભરૂચ વિકાસથી વંચિત છે. આ વખતે જનતા અમને તક આપશે. વધુમાં BTPના ઉમેદવાર છોટુ વસાવાને શેરખાને ભાજપની B ટીમ ગણાવ્યાં હતાં.
ભરૂચમાં કોંગ્રેસ ઉમેદવાર શેરખાન સાથે ETVની વાતચીત, છોટુ વસાવાને ભાજપની "B" ટીમ ગણાવ્યા - mansukh vasava
ભરૂચઃ લોકસભા-2019ની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે બંને પક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર અભિયાન શરૂ કરવામાં આવ્યું છે અને જો વાત કરવામાં આવે ભરૂચ લોકસભા બેઠકની તો આ બેઠક ઉપર ત્રિપાંખીઓ જંગ યોજાવા જઈ રહ્યો છે. જ્યાં કોંગ્રેસના ઉમેદવાર શેરખાન પઠાણે ETV ભારત સાથે Exclusive વાતચીત કરી હતી.
ડિઝાઈન ફોટો
ભરૂચ લોકસભા બેઠક ઉપર ત્રિપાંખીઓ જંગ યોજાવા જઈ રહ્યો છે. જેમાં કોંગ્રેસના શેરખાન પઠાણ, ભાજપના મનસુખ વસાવા અને BTPના છોટુ વસાવા મેદાનમાં છે. આ ત્રણે ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે.
Last Updated : Apr 10, 2019, 6:01 PM IST