ગુજરાત

gujarat

ETV Bharat / state

લોકડાઉનમાં આજથી મુસ્લિમોના રમઝાન માસનો પ્રારંભ - beginning of month of Ramadan

લોકડાઉન વચ્ચે મુસ્લિમોના રમઝાન માસનો આજથી પ્રારંભ થયો છે. આજથી એક મહિના સુધી મુસ્લિમ બિરાદરો અલ્લાહની બંદગી કરશે. કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા બાળકોએ ઘરમાં જ સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે નમાઝ અદા કરી હતી.

લોકડાઉનમાં મુસ્લીમોના પવિત્ર રમઝાન માસનો પ્રારંભ
લોકડાઉનમાં મુસ્લીમોના પવિત્ર રમઝાન માસનો પ્રારંભ

By

Published : Apr 25, 2020, 3:54 PM IST

ભરુચઃ લોકડાઉન વચ્ચે મુસ્લિમોના રમઝાન માસનો આજથી પ્રારંભ થયો છે. આજથી એક મહિના સુધી મુસ્લિમ બિરાદરો અલ્લાહની બંદગી કરશે. કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા બાળકોએ ઘરમાં જ સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે નમાઝ અદા કરી હતી.

રમઝાન માસનો આજથી પ્રારંભ થઇ ગયો છે. એક માસ સુધી મુસ્લિમ બિરાદરો રોઝા રાખી અલ્લાહની બંદગી ગુજારશે. કોરોના વાઈરસના સંક્રમણને અટકાવવા હાલ લોકડાઉન ચાલી રહ્યું છે. રમઝાન માસમાં રોઝા ખુલ્યા બાદ મુસ્લિમ બિરાદરો બજારમાં ખરીદી અર્થે જતા હોય છે.

કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય એ જરૂરી છે. ભરૂચમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય એ માટે બાળકોએ પોતાના ઘરે જ નમાઝ અદા કરી હતી. કોરોનાની મહામારી વચ્ચે ઉત્સવોની ઉજવણી પણ ફીકી પડી છે. પરંતુ આ સમયે સ્વયં શિસ્ત રાખવું જરૂરી છે, ત્યારે મુસ્લિમ બિરાદરો પણ ધીરજ રાખી રમઝાન માસની ઉજવણી કરે એ જરૂરી છે.

ABOUT THE AUTHOR

...view details