ગુજરાત

gujarat

ETV Bharat / state

Beaurocreats of India : ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા શ્રેષ્ડ સનદી અધિકારી યાદીમાં શામેલ - શ્રેષ્ડ સનદી અધિકારી

ગુજરાતના ભરૂચ જિલ્લા માટે ગૌરવની ક્ષણ આવી છે. ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરા (Bharuch Collector Tushar Sumera )બ્યુરોક્રેટ્સ ઓફ ઈન્ડિયા (Beaurocreats of India )દ્વારા વર્ષ 2022ના શ્રેષ્ડ સનદી અધિકારીઓની યાદીમાં ( Best22 In 2022 )પસંદગી પામ્યા છે. સરકારી યોજનાઓના લાભો જિલ્લાના નાગરિકોને ઘેર ઘેર પહોચાડવાની તેમની કામગીરીની નોંધ (GoodGovernance )લેવાઇ છે.

Beaurocreats of India : ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા શ્રેષ્ડ સનદી અધિકારી યાદીમાં શામેલ
Beaurocreats of India : ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા શ્રેષ્ડ સનદી અધિકારી યાદીમાં શામેલ

By

Published : Jan 24, 2023, 8:53 PM IST

ભરુચસુશાસન થકી જનજન સુધી યોજનાકિય લાભો પહોચાડવા બદલ ભરુચ જિલ્લા કલેકટર તુષાર સુમેરા બ્યુરોક્રેટ્સ ઓફ ઈન્ડિયા દ્વારા વર્ષ 2022 માટે શ્રેષ્ડ સનદી અધિકારીઓની યાદીમાં પસંદગી પામ્યાં છે. નાગરિકોને મદદ કરવા માટે નવીનતસભર કાર્યદક્ષતા અને જાહેર સેવાની ભાવનાનો સંગમ આ અધિકારીની શ્રેષ્ઠતાનું પ્રતીક છે.

સરકારી યોજનાઓના લાભો જિલ્લાના નાગરિકોને ઘેર ઘેર પહોચાડ્યા દેશના પ્રથમ ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે ભારતીય સનદી કર્મચારીઓ માટે કહ્યું હતું કે "તમે ભારતીય સેવાઓમાં પાયા સમાન છો. આ સેવાનું ભાવિ તમારા ચારિત્ર્ય અને ક્ષમતાઓ દ્વારા તમારા દ્વારા નખાયેલા પાયા અને પરંપરાઓ પર નિર્ભર રહેશે. આ અવતરણ ભરૂચ જિલ્લા કલેક્ટર ડૉ. તુષાર સુમેરાએ સાચા અર્થમાં સાબિત કરી રહ્યાં છે. તેમણે સાચા અર્થમાં સુશાસન થકી જન જન સુધી સરકારી યોજનાઓના લાભો જિલ્લાના નાગરિકોને ઘેર ઘેર પહોચાડ્યા છે.

આ પણ વાંચો Independence Day ભરુચના સ્વાતંત્ર્ય સેનાનીના ઘેર જઇને કલેક્ટરે આપી આ રીતે શુભેચ્છા

શ્રેષ્ડ સનદી અધિકારીઓની યાદીમાં કેમ થયો સમાવેશભરુચ જિલ્લા કલેકટર તુષાર સુમેરાનો આ ગૌરવવંતી યાદીમાં સમાવેશ થયો છે ત્યારે તેમના કાર્યોની ઝાંખી મેળવીએ. તુષાર સુમેરાની કારર્કિદીની શરૂઆત ગુજરાતની સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષક બનવાથી લઈને તેમના ગુજરાત કેડરમાં IAS બનવા સુધીની છે. 2012 બેચના અધિકારી ડૉ. તુષાર સુમેરાનું જીવન ઘણા ઉમેદવારો માટે પ્રેરણારૂપ છે.

ચાર રાષ્ટ્રીય યોજનાઓમાં સો ટકા સિદ્ધિતેમના નેતૃત્વ હેઠળ ભરૂચ જિલ્લા વહીવટીતંત્રે ચાર રાષ્ટ્રીય યોજનાઓ હેઠળ જિલ્લાના 100 ટકા લાભાર્થીઓને આવરી લીધા છે. આ યોજના વિધવાઓ અને વરિષ્ઠ નાગરિકો માટે હતી. તેમણે લાભાર્થીઓને ઓળખવા અને નોંધણી કરવા માટે વોટ્સએપ હેલ્પલાઈન નંબરો સાથે “ઉત્કર્ષ પહેલ” નામથી ડ્રાઈવ શરૂ કરી હતી. વધુમાં તેમણે “ઉત્કર્ષ સહાયક” નામના વિદ્યાર્થી સ્વયંસેવકો સાથે, તેમણે લાભાર્થીઓને ફોર્મ ભરવામાં મદદ કરીને અનોખી પહેલ કરી ઉમદા કામ કર્યું છે.

આ પણ વાંચો ગાંધીવિચાર અને સાદગીથી પ્રેરાયા જૂનાગઢના કમિશ્નર...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી પ્રશંસા વધુમાં ઉત્કર્ષ સમારોહ દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઉમદા કાર્ય માટે શ્રી સુમેરાની સુશાસન થકી ઘરે ધરે જઈ છેવાડાના નાગરિકોને પણ કેન્દ્ર સરકાર અને રાજ્યની વિવિધ યોજનાઓના લાભ પહોચાડવાના અભિયાનની પ્રશંસા કરી હતી. આ ઉપરાંત તેમણે જૂન 2022માં 'માય લિવેબલ ભરૂચ' પ્રોજેક્ટ પણ શરૂ કર્યો છે. તે સ્થાનિક સમુદાયોની મદદથી ભરૂચ શહેરમાં સ્વચ્છતા અને જીવનની ગુણવત્તામાં સુધારો કરવા માટેની એક મોટી ઝુંબેશનો પ્રારંભ થયેલો છે.

કિશોરી ઉત્કર્ષ પહેલઆજના ખાસ રાષ્ટ્રીય કિશોરી દિન નિમિત્તે સુશાસનની નવી પહેલ સ્વરૂપે “કિશોરી ઉત્કર્ષ પહેલ”ના અનોખા અભિયાનનો પણ શુભારંભ કરાવી તેમણે સ્ત્રીસશકિતકરણના હેતુને ચરિતાર્થ કરવાનો નિર્ધાર વ્યકત કર્યો છે.

ઇનોવેશન ફ્રેમવર્કમાં નોંધનીય કામગીરી વર્ષ 2022માં ડિસ્ટ્રિક્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન ફ્રેમવર્ક પરિચય કરાવનાર ભરૂચ દેશનો પ્રથમ જિલ્લો બન્યો હતો. ડિસ્ટ્રિક્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન ફ્રેમવર્ક થકી સુનિશ્ચિત થયું કે સ્ટાર્ટઅપ પરની કેન્દ્ર સરકારની યોજનાઓ સ્ટાટઅપ વડે જિલ્લાના અંતરયાળ વિસ્તારના ગામડાઓ તેમજ આદિવાસી યુવાનો સુધી પહોંચાડી રોજગારીની નવી તકો પૂરી પાડી. આ અભિયાન થકી જિલ્લાના યુવાનોને રોજગારી તથા તેમને મળતી નવી તકોથી વાકેફ કરવામાં આવ્યા.

ABOUT THE AUTHOR

...view details