ગુજરાત

gujarat

ETV Bharat / state

ભરૂચવાસીઓ ચેતી જજો, દિવાળીમાં જાહેર માર્ગ પર ફટાકડા ફોડશો તો... - fatakda per jaherma prtibandh

ભરૂચઃ જિલ્લામાં આવેલ તમામ જાહેર માર્ગો પર ફટાકડા ફોડવા પર પ્રતિબંધ ફરમાવતું તંત્રનું જાહેરનામું પ્રસીદ્ધ કર્યું હતું. જેમાં જણાવ્યું હતુ કે ઉત્સવની ઉજવણી જો કરવી હશે તો કાયદાના દાયરામાં રહીને કરવી પડશે.

ભરૂચવાસીઓ ચેતી જજો, દિવાળીમાં જાહેર માર્ગ પર ફટાકડા ફોડશો તો...

By

Published : Oct 23, 2019, 7:51 PM IST

દિવાળીના પર્વમાં ફટાકડા ફોડવાની મજા ભરૂચવાસીઓ માટે સજા પણ બની શકે છે. ભરૂચ વહીવટી તંત્ર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં જિલ્લાના જાહેર અને મુખ્ય માર્ગો પર ફટાકડા ફોડતા જે કોઈ પણ ઝડપાશે તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની જોગવાઈ કરવામાં આવી છે.

પ્રકાશના પર્વ દીપાવલીને આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. આનંદ અને ઉલ્લાસના આ પર્વની લોકો ફટાકડા ફોડી ઉજવણી કરતા હોય છે, ત્યારે ભરૂચવાસીઓ માટે ફટાકડા ફોડવાનો શોખ સજા બની શકે છે. ભરૂચ વહીવટી તંત્ર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં જાહેર માર્ગો અને મુખ્ય માર્ગો પર ફટાકડા ફોડવા પર પ્રતિબંધ ફરમાવવામા આવ્યો છે. દિવાળીના છ દિવસો દરમિયાન ભરૂચ જિલ્લાના મુખ્ય તેમજ જાહેર માર્ગો પર ફટાકડા ફોડતા ઝડપાશો તો જેલની સજા ભોગવવાનો વારો આવી શકે છે.

ABOUT THE AUTHOR

...view details