ગુજરાત

gujarat

ETV Bharat / state

એસઆરપી કેમ્પમાં હેડ કોન્સ્ટેબલ દારુ પીતાં ઝડપાયો, ઝપાઝપી કરી ફરાર

વાલિયા રુપનગર એસઆરપી કેમ્પમાં એક જવાન દારુ પીતાં અધિકારીના હાથે ઝડપાઈ ગયો હતો. ત્યારે છાતીમાં દુખાવાની ફરિયાદ કરી દવાખાને જતો રહ્યો હતો અને ત્યાં તેને પકડવા આવનાર પીએસઆઈ સાથે ઝપાઝપી કરી નાસી ગયો હતો.

એસઆરપી કેમ્પમાં હેડ કોન્સ્ટેબલ દારુ પીતાં ઝડપાયો, ઝપાઝપી કરી ફરાર
એસઆરપી કેમ્પમાં હેડ કોન્સ્ટેબલ દારુ પીતાં ઝડપાયો, ઝપાઝપી કરી ફરાર

By

Published : May 30, 2020, 1:04 PM IST

ભરુચઃ વાલિયા રુપનગર એસ.આર.પી. કેમ્પમાં હેડ કોન્સ્ટેબલ દારુ પીતાં ઝડપાતા ચકચાર મચી જવા પામી છે મળતી વિગત મુજબ વાલિયા રુપનગર એસઆરપી કેમ્પમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો રાજુ રાઠવા કેમ્પમાં દારુ ઢીંચી રહ્યો હતો જેને એસઆરપીના પીએસઆઈ ગણપત ચૌધરીએ ઝડપી પાડ્યો હતો. જો કે જવાન કેમ્પમાંથી ફરાર થઇ છાતીમાં દુખાવાની ફરિયાદ સાથે વાલિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર પહોચ્યો હતો.

આરોગ્ય કેન્દ્ર પરથી તેને પકડવા માટે પીએસઆઈ ગણપત ચૌધરી પણ ગયાં હતાં અને જવાનને તેમની સાથે આવવા આદેશ કર્યો હતો જો કે નશેબાજ જવાને પીએસઆીઈ અને અન્ય પોલીસકર્મીઓ સાથે ઝપાઝપી કરી ત્યાંથી ફરાર થઇ ગયો હતો. આ અંગે પીએસઆઈએ વાલિયા પોલીસ મથકે ફરિયાદ નોધાવતા પોલીસે એસઆરપીના જવાન વિરુદ્ધ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details