- AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીગુજરાતની મુલાકાતે
- ભારતીય ટ્રાયબલ પાર્ટીના સંયોજક છોટુ વસાવા સાથે કરી વાતચીત
- ગુજરાતમાં AIMIM અને BTPનું ગઠબંધન
ભરૂચ : ગુજરાતમાં AIMIM અને BTPનું ગઠબંધન થયું છે, ત્યારે AIMIMના અધ્યક્ષઅસદુદ્દીન ઓવૈશી ભરૂચના વાલિયા ખાતે પહોંચ્યા હતા અને ભારતીય ટ્રાયબલ પાર્ટીના સંયોજક છોટુ વસાવાના નિવાસ સ્થાને તેઓ સાથે બેઠક કરી ચર્ચા વિચારણા કરી હતી. આ પ્રસંગે મીડિયા સાથેની વાતચીતમાં ઓવૈશીએ જણાવ્યું હતું કે, તેઓ આ ગઠબંધનને ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યમાં લઇ જશે.