ગુજરાત

gujarat

ETV Bharat / state

Renovation of Ankleshwar Industrial : અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રસ્તાઓનુ 32 કરોડના ખર્ચે થશે નવીનીકરણ

અંક્લેશ્વર ઔધોગિક વસાહતના રસ્તાઓનું નવીનીકરણ કરવા (Renovation of Ankleshwar Industrial) માટેની મંજુરી મળી છે. ઇન્ડસ્ટ્રીયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સહાય યોજના અંતર્ગત અનેક વાર મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ઉદ્યોગપ્રધાન જગદીશ પંચાલને વારંવાર રજુઆત કરેલી હતી.

Renovation of Ankleshwar Industrial : અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રસ્તાઓનુ 32 કરોડના ખર્ચે થશે નવીનીકરણ
Renovation of Ankleshwar Industrial : અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રસ્તાઓનુ 32 કરોડના ખર્ચે થશે નવીનીકરણ

By

Published : Apr 1, 2022, 12:49 PM IST

ભરૂચ : અંકલેશ્વર ઔધોગિક વસાહતના રસ્તાઓનું (Ankleshwar Industrial Estate Roads) 32 કરોડથી વધુના ખર્ચે નવીનીકરણ માટેની મંજુરી મળી છે. ત્યારે અંકલેશ્વર ઔધોગિક વસાહતની મુશ્કેલીઓનું નિવારણ થશે. તેવી આશા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખે જણાવ્યું કે ઔદ્યોગિક નીતિ 2020 અંતર્ગત ઇન્ડસ્ટ્રીયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સહાય યોજના (Renovation of Ankleshwar Industrial) માટે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ઉદ્યોગપ્રધાન જગદીશ પંચાલને વારંવાર રજુઆત કરેલી હતી.

અંકલેશ્વર ઔદ્યોગિક માર્ગોનું નવીનીકરણ

આ પણ વાંચો :ગુજરાતમાં નવી ઔદ્યોગિક નીતિમાં રાહતોની લહાણી, પણ ઘરના છોકરા ઘંટી ચાટે…

ઔદ્યોગિક નીતિ 2020 -ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખે જણાવ્યું કે, અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત આશરે 150 કિલોમીટર ઉપરાંતના પાકા રસ્તા પર આવેલા છે. જેની મરામત અને નવીનીકરણ માટે ખૂબ જ મોટું આર્થિક ભારણ આવે તેમ હતું. જેથી રાજ્યમાં ઔદ્યોગિક વિકાસ માટે આંતરમાળખાકીય સવલતો, વિકાસઅપગ્રેડેશન, માટે ઇન્ડસ્ટ્રીયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સહાય યોજના (Assistance Scheme for Industrial Infrastructure) અંતર્ગત નોટીફાઇડ એરિયા ઓથોરીટીમાં હયાત રોડના સ્ટ્રેન્કીંગ માટે એસોસિએશન દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. જેમાં ઇન્ડસ્ટ્રીઝ એન્ડ માઇન્સ ડિપાર્ટમેન્ટ, ઉદ્યોગ કમિશ્નરની કચેરી, રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ઉદ્યોગપ્રધાન જગદીશ પંચાલને વારંવાર રજુઆત કરેલી હતી.

આ પણ વાંચો :ગુજરાત સરકાર, ઉદ્યોગપતિઓ અને અધિકારીઓ વચ્ચે કોમ્યુનિકેશન ગેપ ઘટાડવાની જરૂર

અંકલેશ્વર ઔદ્યોગિક માર્ગોનું નવીનીકરણ - રમેશ ગબાણીએ (Ankleshwar Industrial Association) જણાવ્યું કે, આ રજુઆતોને ધ્યાને લઇ રાજ્ય સરકારની સ્ટેટ લેવલ એમ્પાવર્ડ કમિટી દ્વારા 3245.31 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું હતું. જેમાં ડામર રોડ, સી.સી. રોડ, બોકસ લવર્ટ વિ. કામો માટે પ્રોજેક્ટ કોસ્ટના 80 ટકા લેખે સહાય પાત્ર રકમ પેટેની રકમ તેમજ બાકી રહેતી 20 ટકા રકમ અંકલેશ્વર નોટીફાઈડ એરીયા ઓથોરીટીએ ભોગવવાની શરતે મંજૂરી આપવામાં આવી છે. આ સહાયના કારણે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના ઘણા ખરા માર્ગોનું નવીનીકરણ થશે. આ વિસ્તારના લોકોને પડતી મુશ્કેલીઓનું નિરાકરણ આવશે. આગામી દિવસોમાં નોટીફાઇડ દ્વારા આ અંગેની કામગીરી શરૂ કરવામાં આવે તે ઇચ્છનીય છે.

ABOUT THE AUTHOR

...view details