- 1 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી
- 4 ઇન્જેક્શન મળી આવ્યા છે
- અત્યારસુધી 5 લોકોને પોલીસે પકડ્યા હતા
ભરૂચઃજિલ્લામાં કોરોના મહામારીની બીજી લહેરે કહેર વર્તાવ્યો છે. ત્યારે મેડિકલ માફિયાઓ પણ દર્દીઓની મજબુરીનો લાભ ઉઠાવી રેમડેસીવીર ઈન્જેક્શન તથા અન્ય મેડિકલ ઈન્સ્ટુમેન્ટની કાળાબજારી કરી રોકડી કરી રહ્યા છે. આવા સમયે જિલ્લા પોલીસ વડાની સૂચનાથી એલસીબીની ટીમ સતત મોનીટરિંગ કરી રહી છે. અગાઉ પણ ભરૂચ અંકલેશ્વરમાંથી ઈન્જેક્શનની કાળાબજારી કરનારા તબીબ સહિત અત્યારસુધી 5 લોકોને પોલીસે પકડ્યા હતા.
આ પણ વાંચોઃરેમડેસીવીર ઇન્જેક્શન કૌભાંડમાં થરાદના 4 શખ્સોનો જામીન પર છુટકારો