ભરૂચ જિલ્લામાં આજે કોરોના વાઇરસનાના વધુ 26 પોઝેટીવ કેસ નોધાયા છે. ભરૂચ જિલ્લામાં ગુરૂવારના રોજ કોરોના વાઇરસનાના વધુ 26 પોઝિટિવ કેસ નોધાતા કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 734 પર પહોંચી છે.
ભરૂચ જિલ્લામાં કોરોના વાઇરસના વધુ 26 પોઝિટિવ કેસ નોધાયા, કુલ સંખ્યા 734 થઈ
કોરોનાનો કહેર દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે. ત્યારે ભરૂચ જિલ્લામાં ગુરૂવારના રોજ નવા 26 પોઝિટિવ કેસ નોંધાયા છે આ સાથે જિલ્લામાં પોઝિટિવ કેસ ની સંખ્યા 734 પર પહોંચી છે.
ભરૂચ જિલ્લો દક્ષિણ ગુજરાતમાં કોરોનાનું હોટસ્પોટ બની રહ્યો છે. સુરત મહાનગર બાદ ભરૂચ નગરમાં કોરોનાએ પડાવ નાખ્યો છે અને વધુમાં વધુ લોકોને સંક્રમિત કરી રહ્યો છે ત્યારે આજે પણ ભરૂચ જિલ્લામાં કોરોના વાઇરસ વધુ 26 પોઝિટિવ કેસ નોધાતા હતા.
ભરૂચ જિલ્લામાં તાલુકા પ્રમાણે નોધાયેલા કોરોના પોઝિટિવ કેસની સંખ્યા પર નજર કરીએ તો ભરૂચમાં 7 અંકલેશ્વરમાં 11, આમોદમાં 4, વાલિયા નેત્રંગ ઝઘડીયા અને જંબુસરમાં કોરોનાનો 1-1 પોઝિટિવ કેસ નોધાયો છે. કોરોના પોઝિટિવ દર્દીઓને સારવાર અર્થે વિવિધ કોવિડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.