ભરૂચઃ અંકલેશ્વરમાં રહેતા યુવાને ટાઈકવોન્ડો સ્પર્ધામાં આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતી મળેવી હતી અને દેશ સહિત ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યું છે. અંકલેશ્વરમાં GIDCની સ્વાગત સોસાયટીમાં રહેતા પ્રીતિબહેન પટેલના પુત્ર શ્રેયસ પટેલ નાનપણથી જ ટાઈકવોન્ડોમાં રસ ધરાવતા હતા.
અંકલેશ્વરના યુવાને ટાઈકવોન્ડો સ્પર્ધામાં આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતી મળેવી - bharuch updates
અંકલેશ્વરમાં રહેતા યુવાને ટાઈકવોન્ડો સ્પર્ધામાં આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતી મળેવી હતી. કોરિયા ખાતે યોજાયેલી સ્પર્ધામાં શ્રેયસ પટેલને બ્રોન્ઝ મેડલ, નેશનલ લેવલની સ્પર્ધામાં 1 ગોલ્ડ અને 1 સિલ્વર મેડલ હાંસલ કર્યો હતો. આર્થિક તંગીના કારણે સરકાર ખેલ પ્રતિભાને પ્રોત્સાહિત કરવા સહાય કરે એવી ઇચ્છા ખેલાડી અને તેમની માતાએ વ્યક્ત કરી હતી.

શરુઆતમાં શ્રેયસને ટાઈકવોન્ડોની મોટાભાગની સ્પર્ધામાં હાર જ મળી હતી. જો કે, સતત મહેનત અને અડગ મનનાં કારણે શ્રેયસે કોરિયા ખાતે યોજાયેલી ટાઈકવોન્ડો સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ હાંસલ કરી દેશનું નામ રોશન કર્યું હતું. આ ઉપરાંત તેણે નેશનલ લેવલની બે સ્પર્ધામાં ગોલ્ડ અને સિલ્વર મેડલ પણ હાંસલ કર્યા હતાં. શ્રેયસના માતા પ્રીતિબહેન એકલવાયું જીવન જીવે છે, ત્યારે આર્થિક તંગી હોવા છતાં પુત્રના સ્વપ્ન સાકાર કરવા માતાએ નાણાંની વ્યવસ્થા કરી તેને જરૂરી બધી જ મદદ કરી હતી, ત્યારે ઉભરતી ખેલ પ્રતિભાને પ્રોત્સાહિત કરવા સરકાર પણ સહાય કરે એવી માતા અને પુત્ર માગ કરી હતી. શ્રેયસ અત્યારે વડોદરામાં ફિલ્મ મેકિંગનો અભ્યાસ કરી રહ્યો છે.