અંકલેશ્વર GIDCમાં છેલ્લા ઘણા સમયથી બંધ ગોડાઉન હિમશન કંપની દ્વારા સર્વાઇવલ ટેકનોલોજી કંપનીને ભાડે આપવા આવ્યું હતું. જેમાં સોલ્વન્ટના ડ્રમનો જથ્થો રાખવામાં આવ્યો હતો. રવિવારે સાંજના સમયે ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગે ગણતરીની ક્ષણમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ગોડાઉન બળીને ખાક થઈ ગયું હતું.
અંકલેશ્વરની સર્વાઇવલ ટેકનોલોજી કંપનીના ગોડાઉનમાં લાગી ભીષણ આગ - અંકલેશ્વર GIDC
ભરૂચ: અંકલેશ્વર GIDCમા આવેલ સર્વાઇવલ ટેકનોલોજી કંપનીના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. જેમાં 10 ફાયર ફાયટરોએ 3 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.
અંકલેશ્વરની સર્વાઇવલ ટેકનોલોજી કંપનીના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
ઘટના અંગેની જાણ થતા અંકલેશ્વર ડી.પી.એમ.સી.સહિત 10 ફાયર ફાયટરો ઘટના સ્થળે દોડી આવ્યા અને 3 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની જોવા મળી નથી. મળતી માહિતી મુજબ, ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી આસપાસના વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો હતો.