ભરૂચઃઅંકલેશ્વર પાસેના નેશનલ હાઇવે (Ankleshwar National Highway)પર બાકરોલ બ્રિજ નીચેથી ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમે રૂપિયા 2.73 લાખના એમ.ડી.ડ્રગ્સ સાથે 3 શખ્સોને (Ankleshwar seized drugs) ઝડપી પાડ્યા છે. આરોપી પાસેથી ઇકો કાર અને મોબાઈલ મળી કુલ રૂપિયા 5 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસે મુદ્દામાલ કબ્જે
ભરૂચ SOG પોલીસે(Bharuch SOG Police) અંકલેશ્વરના બાકરોલ બ્રિજ નીચે મળેલી માહિતીના આધારે એક ઇકો કાર માંથી ડ્રગ્સ(M.D. Drugs) સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા હતા. SOG પોલીસે સઘન પૂછપરછ કરતા ઇકો કારમાં અંકલેશ્વર તાલુકાના દઢાલ ગામની મદનીનગરમાં રહેતા રિઝવાન અબ્દુલ સૈયદ અને અંકલેશ્વરના નવાગામ કરારવેલનો શરીફ ઉર્ફે સદામ ચૌહાણ એમ.ડી. ડ્રગ્સ મેફોડ્રિન પાન મસાલાની પડકીમાં લઈ આવ્યા હતા. એમ.ડી ડ્રગ્સનો 27 ગ્રામ 380 મિલિગ્રામ જથ્થો ઝઘડિયા તાલુકાના દઢેડા ગામનો સાદાબોદીન ઉર્ફે સાદાબ શેખ લેવા આવ્યો હતો.