અંકલેશ્વર: અંકલેશ્વરની સ્પેશિયલ કોવીડ-19 જયાબહેન મોદી હોસ્પિટલમાં ફરજ બજાવતા પોલીસકર્મીનો અકસ્માત થયા બાદ કેટલાક ખાનગી તબીબોએ તેને સારવાર ન આપી હોવાનો ચોંક્વાનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
અંકલેશ્વર: પોલીસકર્મીનો અકસ્માત, ખાનગી હોસ્પિટલોએ સારવાર ન કરી - corona virus effcat
અંકલેશ્વરની સ્પેશિયલ કોવીડ-19 જયાબહેન મોદી હોસ્પિટલમાં ફરજ બજાવતા પોલીસકર્મીનો અકસ્માત થયા બાદ કેટલાક ખાનગી તબીબોએ તેને સારવાર ન આપી હોવાનો ચોંક્વાનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાં ફરજ બજાવતા અશોકભાઈનો 20 એપ્રિલે કોંઢ ગામ નજીક અકસ્માત સર્જાયો હતો. જેમાં તેઓને પગના ભાગે ઈજા પહોચતા અન્ય પોલીસકર્મીઓએ તેમને સારવાર અર્થે અંકલેશ્વર રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જો કે, પોલીસકર્મીએ અંકલેશ્વરની સ્પેશિયલ કોવીડ-19 જયાબહેન મોદી હોસ્પિટલમાં ફરજ બજાવી હોવાથી ખાનગી હોસ્પિટલનાં તબીબે તેમને કોરોનાનો ટેસ્ટ કરાવ્યા બાદ જ સારવાર આપશે એમ જણાવ્યું હતું. જેથી પોલીસકર્મીને બીજી ખાનગી ઓર્થોપેડીક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર કરવામાં આવી હતી.