ગુજરાત

gujarat

By

Published : Dec 12, 2022, 10:25 PM IST

ETV Bharat / state

અંકલેશ્વર નગરપાલિકા અને ભાજપ પાર્ટીનો નેતાનો અપશબ્દ સાથે ગુમ કરી દેવાનો ઓડિયો વાયરલ

અંકલેશ્વર નગરપાલિકા અને ભાજપ પાર્ટીનો નેતાનો (Audio Viral IN Ankleshwar Congress candidate) ધમકી આપતો અને અપશબ્દો બોલાતાનો ઓડિયો વાયરલ થયો છે. આ પ્રકારનો ઓડિયો વાયરલ થતાં હાલ લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. (Ankleshwar Municipal Executive Audio Viral)

અંકલેશ્વર નગરપાલિકા અને ભાજપ પાર્ટીનો નેતાનો અપશબ્દ સાથે ગુમ કરી દેવાનો ઓડિયો વાયરલ
અંકલેશ્વર નગરપાલિકા અને ભાજપ પાર્ટીનો નેતાનો અપશબ્દ સાથે ગુમ કરી દેવાનો ઓડિયો વાયરલ

ભરૂચ :જિલ્લાના અંકલેશ્વર નગરપાલિકાના કારોબારી અધ્યક્ષની કોંગ્રેસના ઉમેદવારને ફોન ઉપર અભદ્ર ગાળો અને ધમકીનો (Congress candidate Vallabh Patel Audio) ઓડિયો વાયરલ થયો છે. અંકલેશ્વરમાં બે સગાભાઈ ચૂંટણી જંગમાં છે અને મતદાન પ્રક્રિયા પૂર્ણ થતા અંકલેશ્વર નગરપાલિકાના કારોબારી અધ્યક્ષએ કોંગ્રેસના ઉમેદવારને ફોન પર જ નગરપાલિકાની વાતને લઈ અપશબ્દ બોલતા સાથે ગુમ કરી દેવાની ધમકી આપી રહ્યા હોવાનો ઓડિયો સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જગાવી છે. (Ankleshwar Municipal Executive Audio Viral)

ફટાકડા ફોડી નાખ્યા ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચાર પ્રસાર વચ્ચે અંકલેશ્વર બેઠક ઉપર સગા બે ભાઈ ચૂંટણી જંગમાં ઉતર્યા હતા. બંને ભાઈઓએ પ્રચાર પ્રસારમાં ધમધમાટ બોલાવ્યો હતો. પરંતુ આ બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર જીત હાંસલ કરનાર હોવાની વાતને લઈ તેઓએ ફટાકડા ફોડી નાખ્યા હતા અને ઓછું મતદાન ભાજપ માટે નુકસાનકારક હોવાના પણ અહેવાલો મળી રહ્યા હતા. અંકલેશ્વર નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ સંદીપ પટેલે (Sandeep Patel Audio Viral) કોંગ્રેસના ઉમેદવાર વિજય ઉર્ફે વલ્લભ પટેલને ફોન ઉપર અભદ્ર શબ્દ સાથે ગુમ કરી દેવાની ધમકી આપી હતી. (Ankleshwar Congress candidate audio goes viral)

લોકોમાં ચર્ચાનું કેન્દ્ર મળતી માહીતી મુજબ એવું કહ્યું હતું કે, તું ક્યાં છે હું આવું જેવા અનેક શબ્દોનો ઉપયોગ કરી ફોન ઉપર જ અપશબ્દો કરાતો હોવાના ઓડિયોએ સમગ્ર ભરૂચ જિલ્લામાં સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જગાવી છે. સંદીપ પટેલે કોંગ્રેસના ઉમેદવારને બે વખત સામેથી ફોન કરી ધમકીઓ આપી હોય અને અપશબ્દો બોલ્યા હોય તેવા ચોકાવનારા ઓડિયો લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. (Ankleshwar leaders Audio Viral)

ABOUT THE AUTHOR

...view details