ગુજરાત

gujarat

ETV Bharat / state

Ankleshwar GIDC gas leak: અંકલેશ્વર GIDCમાં એક કંપનીમાં રાસાયણિક પ્રકિયા દરમિયાન so2ગેસ લીક થતાં 6 કામદારોને ગેસની અસર

અંકલેશ્વર GIDC ખાતે આવેલ એક કંપનીમાં રાસાણીક પ્રક્રિયા દરમિયાન so2 ગેસ લીક(Ankleshwar GIDC so2 gas leak) થતાં કામ કરતા કામદારોને ગેસની અસર થઈ હતી. કંપનીના 6 કામદારોને ગેસની અસર (Workers injured in gas leak )થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આ ઘટનાની જાણ ફેક્ટરી એન્ડ હેલ્થ વિભાગની (Department of Factory and Health )ટીમને થતાં તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી.

Ankleshwar GIDC gas leak: અંકલેશ્વર GIDCમાં એક કંપનીમાં રાસાયણિક પ્રકિયા દરમિયાન so2ગેસ લીક થતાં 6 કામદારોને ગેસની અસર
Ankleshwar GIDC gas leak: અંકલેશ્વર GIDCમાં એક કંપનીમાં રાસાયણિક પ્રકિયા દરમિયાન so2ગેસ લીક થતાં 6 કામદારોને ગેસની અસર

By

Published : Dec 31, 2021, 4:30 PM IST

ભરૂચઃ આજરોજ વહેલી સવારે અંકલેશ્વર GIDC ખાતે આવેલ અમલ(Ankleshwar GIDC so2 gas leak) કેમ લિમિટેડ કંપનીમાં રાસાયણિક પ્રકિયા દરમિયાન so2 ગેસ લીક(So2 gas leak during chemical processing) થતાં 6 કામદારોને ગેસ લાગતા તાત્કાલિક સારવાર માટે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 6 કમદરોમાંથી 4 કામદારોને વધુ ગેસની અસર(Workers injured in gas leak ) થવા પામી હતી અને આ 4 કામદારો હાલત ગંભીર હોવાથી સારવાર હેઠળ છે.

કામ કરતા મજૂરોને પણ ગેસની નજીવી અસર

અમલ કેમ લિમિટેડ કંપનીના પાછળના ભાગે ટેગ્રોસ કંપનીનો નવો પ્લાન્ટ બની રહ્યો છે, તેમાં કામ કરતા મજૂરોને પણ ગેસની નજીવી અસર જોવા મળી હતી.આ ગેસ ગડતરની ઘટના બનતા આસપાસ અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.આ ઘટનાની જાણ ફેક્ટરી એન્ડ હેલ્થ વિભાગની ટીમને થતાં તાત્કાલિક ઘટના (Department of Factory and Health )સ્થળે આવી પોહચી હતી અને પોલીસ કાફલો પણ ઘટના સ્થળે આવી પોહચ્યો હતો અને કંપનીમાં જઈને વધુ તપાસ હાથ ધરી હતી.પોલીસે આ બનાવ અંગે અકસ્માત અંગેનો તપાસ કરી ગુનો દાખલ કરવાની તજવીજહાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

...view details