ગુજરાત

gujarat

ETV Bharat / state

અંકલેશ્વર તાલુકા અને શહેર ભાજપ પ્રમુખની વરણીમાં રીપીટ થીયરી અપનાવાઈ - રાજકીય ન્યુઝ અંકલેશ્વર

ભરુચ: અંકલેશ્વર તાલુકા અને શહેર ભાજપ પ્રમુખની વરણીમાં રીપીટ થીયરી અપનાવવામાં આવી છે. અંકલેશ્વર તાલુકા ભાજપના પ્રમુખ તરીકે ડો.નીતેન્દ્રસિંહ દેવધરા અને શહેર પ્રમુખ તરીકે નરેન્દ્ર પટેલને રીપીટ કરવામાં આવ્યા છે.

અંકલેશ્વર તાલુકા અને શહેર ભાજપ પ્રમુખની વરણીમાં રીપીટ થીયરી અપનાવાઈ

By

Published : Nov 12, 2019, 6:59 PM IST

ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા હાલ સંગઠનની સંરચના કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે અંકલેશ્વર તાલુકા અને શહેર ભાજપના પ્રમુખની વરણી કરવામાં આવી હતી .ભરૂચ જીલ્લા ભાજપ પ્રમુખ યોગેશ પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્યના સહકાર પ્રધાન અને અંકલેશ્વરનાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા હતાં.

અંકલેશ્વર તાલુકા અને શહેર ભાજપ પ્રમુખની વરણીમાં રીપીટ થીયરી અપનાવાઈ

અંકલેશ્વર તાલુકા અને શહેર બન્ને સંગઠનના પ્રમુખની વરણીમાં રીપીટ થીયરી અપનાવવામાં આવી હતી. જેમાં તાલુકા ભાજપના પ્રમુખ તરીકે ડો.નીતેન્દ્રસિંહ દેવધરા તો મહામંત્રી તરીકે અજીત પટેલ અને કેતન પટેલ તો શહેર ભાજપના પ્રમુખ તરીકે નરેન્દ્ર પટેલ અને મહામંત્રી તરીકે ભાવેશ કાયસ્થ અને પીન્કેશ મોદીની વરણી કરવામાં આવી છે. અંકલેશ્વરમાં પ્રમુખ મહામંત્રીની વરણીમાં દેખીતો વિવાદ જોવા મળ્યો ન હતો. નવ નિયુક્ત પ્રમુખ અને મહામંત્રીને કાર્યકરોએ અભિનંદન પાઠવ્યા હતાં.

ABOUT THE AUTHOR

...view details