- બાલવાડીમાં પહોંચાડાતો ખોરાકનો જથ્થો સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું
- 6 આરોપીઓ સામે ભરૂચ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ
- દયાદારા ગામેથી ખોરાકનો જથ્થો મળી આવ્યો
ભરૂચ : જિલ્લામાં આંગણવાડીમાં આપવામાં આવતા બાલવાડીના જથ્થામાં કૌભાંડ ( Anganwadi Food Scam ) આચરવામાં આવતું હોવાની રાવ ઉઠી હત. જે બાદ ભરૂચ તાલુકા પંચાયતની કચેરીના IDS ( Integrated Child Development Services ) કચેરીમાંથી ભરૂચ તાલુકાનાં ગામડાઓમાં બાલવાડીના પેકેટનો જથ્થો આંગણવાડીઓમાં વાહન મારફતે પહોંચાડવામાં આવે છે. આ જથ્થો છેલ્લા ઘણા સમયથી બારોબાર સગેવગે કરવાનું કૌભાંડ ( Anganwadi Food Scam ) આચરાઇ રહ્યું હોવાની બાતમીના આધારે બાળ વિકાસ અધિકારી ( Child Development Officer ) રીટા ગઢવીએ તેમની ટીમ સાથે દયાદરા ગામની સીમમાં આદિવાસી મોહન તલાવડી પાસે તપાસ હાથ ધરી હતી.
THRના પેકેટનો જથ્થો ગેરકાયદેસર મળી આવ્યો
આ તપાસ દરમિયાન તેમને બાલવાડીના લાભર્થીઓને અપાતો THRના પેકેટનો જથ્થો ગેરકાયદેસર મળી આવ્યો હતો. આ અંગે બાળ વિકાસ અધિકારી ( Child Development Officer )એ તાલુકા પોલીસને જાણ કરી હતી. ભરૂચ તાલુકા પોલીસનો કાફલો પણ સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસને સ્થળ પરથી 1234 નંગ THR ( Take Home Ration )ના પેકેટનો જથ્થો જેની કુલ કિંમત 64,000થી વધુનો જથ્થો ઝડપી લીધો છે.