ભરૂચ સ્પેશયલ ઓપરેશન ગ્રુપની ટીમ અંકલેશ્વરમાં પેટ્રોલિંગમાં હતા. એ દરમિયાન બાતમીના આધારે ભાટવાડ વિસ્તારમાં દરોડા પાડ્યા હતા. જ્યાં આરોપી અબ્દુલ શેખના મકાનમાંથી પોલીસને 1 કિલો 260 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.
અંકલેશ્વરમાં ગાંજાના જથ્થા સાથે એક આરોપીની પોલીસે ધરપકડ - ભરૂચ સમાચાર
ભરૂચઃ જિલ્લાના સ્પેશયલ ઓપરેશન ગ્રુપની ટીમે અંકલેશ્વરનાં ભાટવાડ વિસ્તારમાંથી ગાંજાના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી રૂપિયા 27 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
અંકલેશ્વરમાં ગાંજાના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ
પોલીસે રૂપિયા 7560ની કિમતનો ગાંજાનાં જથ્થા સહિત કુલ રૂપિયા 27 હજારનો મુદ્દામાલ કબજે કરી આરોપીની ધરપકડ કરી હતી અને તે ગાંજાનો જથ્થો ક્યાંથી લાવ્યો હતો અને કોને વેચવાનો હતો એ સહિતની વિગતો મેળવવા પોલીસે કવાયત હાથ ધરી છે.
Last Updated : Dec 3, 2019, 3:20 PM IST