ભરૂચ : નબીપુરના એક મકાનમાં લાગેલા CCTVએ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે. 30 જાન્યુઆરીએ બપોરે 11 વાગે નબીપુર ગામમાં રહેતી સુમૈયા વોરા પટેલ ગામના વડીલ અને વ્યાજે પૈસા ધીરતા 80 વર્ષીય મકબુલ મહમદ ઉમરજી ચેતનને તેના ઘરે બોલાવી તેના અને તેની મિત્ર સુફિયાના વ્યાજના પૈસા લેવા બોલાવે છે. જેમાં બપોરે 12 વાગ્યાના અરસામાં વૃદ્ધ મકાનમાં પ્રવેશે છે. જેની પાછળ મહેબૂબ દીવાન નામના વ્યક્તિને મહિલા ઈશારો કરે છે. તેવો જ એ વ્યકિત કેબલની મદદથી વૃદ્ધની હત્યા કરી રવાના થઇ જાય છે.
ભરૂચના નબીપુરમાં 80 વર્ષના વૃદ્ધને હનીટ્રેપમાં ફસાવી હત્યા ત્યારબાદ 2 મહિલાઓ હુસેન અબ્દુલ્લા શહેરી નામના રિક્ષાચાલકને મદદે માટે બોલાવે છે. પરંતુ લાશ ઊંચકી ન શકતા રિક્ષાચાલક રવાના થઇ જાય છે. આ ઘટનાના લગભગ 4 કલાક બાદ સુફિયાનો પાર્ટી અઝીઝ ઇન્ડિકા કાર લઇ આવે છે. તેમાં એક કોથળામાં વૃદ્ધની લાશ લપેટી પતિ - પત્ની વરણામાં નજીક મગરોની વધુ વસ્તી ધરાવતી ખાડીમાં લાશ ફેંકી દે છે. જે લાશ આજ દિન સુધી મળી નથી. પરંતુ CCTV ફૂટજે આખો ભાંડો ફોડી નાખતા 4 શખ્સોની પોલીસે ધરપકડ કરી છે.
હનીટ્રેપના આ મામલામાં સુફિયા અને સુમૈયા 80 વર્ષીય મકબુલ મહમદ ઉમરજી ચેતન પાસેથી ઉછીના પૈસા લેતી હતી. જે રકમ એકાદ વર્ષમાં કુલ 2 લાખ સુધી પહોંચી હતી. આ રકમ પરત આપવી ન પડે તે માટે બંને મહિલાઓએ વૃદ્ધની હત્યા કરવાનું કાવતરું ઘડી નાખ્યું હતું. જેમાં 30મીએ એકલતાની લાલચ આપી મહિલાઓએ વૃદ્ધને ઘરે બોલાવી હત્યા હત્યાનું કાવતરું ઘડ્યું હતું. હત્યાહેલાં CCTVના ડીવીઆરની જગ્યાએ ઉતાવળમાં ટીવીના સેટટોપ બોક્સની સ્વીચ બંધ કરી CCTV બંધ થઇ ગયા હોવાનું માની લેનાર મહિલાઓ અને તેમના મળતિયાઓની આખી કરતૂત કેમેરાએ કેદ કરી લીધી હતી.
જેમાં પોલીસ આ ફૂટેજ જોતા મામલો હત્યાનો હોવાનું સ્પષ્ટ થઇ ગયું હતું. તેમાં હત્યા માટે મહિલાઓએ સ્થાનિક મહેબૂબ ઇબ્રાહિમ દીવાન નામના શખ્સને 20 હજારમાં સોપારી આપી હતી. તેમજ રિક્ષાચાલક હુસેન શેરી સાથે લાશના નિકાલની ગોઠવણ કરી હતી. હત્યા કરી શખ્સ રવાના થઇ ગયો હતો. પરંતુ પાતળી કાઠીનો રિક્ષાચાલક લાશને ઉપાડી ન શકતા તે પરત ચાલ્યો ગયો હતો. બાદમાં સુફિયાના પતિ અઝીઝને મદદે બોલાવાયો હતો. જે મિત્રની કાર લઇ આવ્યો હતો. તેમજ કોથળામાં લાશ નાખી તેની પત્ની સાથે વરણામા લઇ ગયો હતો. જ્યાં મગરની વધુ વસ્તી ધરાવતી ખાડીમાં લાશ ફેંકી બંને ગામમાં પરત ફર્યા હતા. તથા ધરપકડ બાદ આરોપીઓએ એકબીજા ઉપર દોષર્પણ શરુ કર્યું હતું.
ત્યારબાદ પોલીસે NDRFના તજજ્ઞોની મદદથી લાશ કે તેના અવશેષ શોધવા કવાયત શરુ કરી હતી. પરંતુ હજુ સફળતા સાંપડી નથી. ત્યારે આરોપીઓના રિમાન્ડ મેળવી પોલીસે ગુનાની અન્ય કડીઓ જોડવા ચક્રો ગતિમાન કર્યા છે.