ભરૂચઃ લોકડાઉન વચ્ચે ફુરજા બંદરે મોટી સંખ્યામાં લોકો ટહેલવા નિકળ્યા હોવાના વીડિયો વાયરલ થયો છે. પોલીસની જીપને જોતા જ લોકો ભાગ્યા હતા. તો આ તરફ પોલીસે કેટલાક શખ્સો વિરુદ્ધ જાહેરનામાં ભંગનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચમાં લોકડાઉન વચ્ચે ફુરજા બંદરે મોટી સંખ્યામાં લોકો ફરવા નીકળ્યા હોવાનો વીડિયો વાયરલ - જાહેરનામાં ભંગનો ગુન્હો
ભરૂચમાં લોકડાઉન વચ્ચે ફુરજા બંદરે મોટી સંખ્યામાં લોકો ટહેલવા નિકળ્યા હોવાના વીડિયો વાયરલ થયો છે. જેમાં જાહેર સ્થળે મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી રહી છે.
કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા વિવિધ છૂટછાટ વચ્ચે લોકડાઉન ચાલી રહ્યું છે. જો કે, જાહેર સ્થળો પર મોટી સંખ્યામાં લોકોને એકત્રિત થવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. ત્યારે ભરૂચમાં નર્મદા નદી કિનારે આવેલા ફુરજા બંદરે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હોવાના વીડિયો વાયરલ થયા છે. જેમાં મેળા જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સમી સાંજનાં સમયે લોકો કોરોનાના સંક્રમણની ચિંતા કર્યા વગર બેફિકર બની ફરી રહ્યા છે. આ અંગેની જાણ પોલીસને થતા ભરૂચ બી ડીવીઝન પોલિસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.